ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના માર્શલ આર્ટ શીખતા રમતવીરોનો સન્માન સમારંભ યોજાયો હતો.
રાજ એકેડમીના કુ. તુલસી દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા USA ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. કોચ રાજ કૌશિક દ્વારા 35 બાળકો માર્શલ આર્ટની ટ્રેનિંગ રોટરી રાઉન્ડ ટાઉન હોલ,ચેતક પેટ્રોલ પંપ સામે સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.આ વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેટ લેવલ, ખેલ મહાકુંભ અને ઝોન લેવલ ની વિવિધ ટુર્નામેન્ટ માં 20 ગોલ્ડ, 5 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.
આ સર્વે વિજેતા રમતવીરોને અને કોચ રાજ કૌશિકનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશેષ સન્માન કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ,જિલ્લા કોર્ટના DGP ધવલભાઈ, કાઉન્સિલર રીટાબેન તથા જયનિકાબેન, રોટરી રાઉન્ડ ટાઉનના પ્રેસિડેન્ટ કેતનભાઈ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.