સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આગામી મંગળવારે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે ૧૦૮થી વધુ શાળાઓમાં બટુકભોજન શરૂ શરૂ થઈ ગયેલ છે.
વિશ્વાનંદમાતાજીનાં નેતૃત્વ સાથે શિવકુંજ આશ્રમ જાળિયામાં વર્ષભર વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ થતી રહે છે. આગામી મંગળવારે આશ્રમ દ્વારા ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિ ભાવ ઉત્સાહ સાથે ઉજવાશે. આ પ્રસંગે ૧૦૮થી વધુ શાળાઓમાં બટુક ભોજન આયોજન થયું છે, જે શરૂ પણ થઈ ગયેલ છે.
સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં આશ્રમમાં મંગળવારે પૂણ્યતિથિ પ્રસંગે લઘુ રુદ્ર અભિષેક સાથે પૂજન વંદના કરવામાં આવશે. અહી ભજન સંધ્યા રાખવામાં આવેલ છે.
આશ્રમ પરિવારનાં સંકલન સાથે આ પ્રસંગે ગાયોને નીરણ નાખવાં, કૂતરાને સુખડી ખવરાવવાં અને પીપળા તથા બિલી રોપણ કાર્ય માટે ભાવ અને ઉત્સાહ સાથે આયોજન થયેલ છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)