નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના મોટી સિલોડ ગામના 62 વર્ષના રાવજીભાઈ મંગળભાઈએ આયુષમાન કાર્ડ થકી હદયના બાયપાસના ઓપરેશન રૂપિયા 1.62 લાખની સારવાર તદ્દન નિશુલ્ક મળી છે. રાવજીભાઈને 25 જુલાઈના રોજ તેમને છાતીમાં દુખાવો થતા પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ માટે ગયા જંયા તેમને રીપોર્ટમાં હાર્ટ અટેક આવ્યો હોવાનુ માલુમ પડ્યુ હતુ. ત્યારબાદ તેઓ ધર્મસિંહ દેસાઈ મેમોરીયલ મેથોડિસ્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ કાર્ડિઓવાસ્ક્યુલર સર્જરી (ડીડીએમએમ) હોસ્પિટલ ખાતે દાખલ થઈ 26 જુલાઈ થી 2 ઓગસ્ટ સુધી સારવાર મેળવી હતી. અને આ રીતે રાવજીભાઈએ હદયના બાયપાસ ઓપરેશનની નિશુલ્ક સારવાર મેળવી હતી. હાલમાં એકદમ સ્વસ્થ રાવજીભાઈ આયુષ્યમાન કાર્ડ યોજના માટે સરકારનો આભાર માની અન્ય લોકોને પણ યોજનાના ફાયદાઓથી માહિતગાર રહેવા જણાવે છે.