Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

વાલોડના ગણેશજી મંદિરે એકલ અભિયાન સમિતિ ગુજરાત સંભાગ અને એકલ અભિયાન સમિતિ વાલોડ આયોજિત શ્રી રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું..

વાલોડના ગણેશજી મંદિરે એકલ અભિયાન સમિતિ ગુજરાત સંભાગ અને એકલ અભિયાન સમિતિ વાલોડ આયોજિત શ્રી રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું..

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ ઐતિહાસિક રિદ્ધિ સિદ્ધિ ગણેશજી ના મંદિરના સાનિધ્યમાં શ્રી રામકથા યોજાય હતી..

એકલ અભિયાન અંતર્ગત શ્રી હરિ કથાકાર પ્રસાર ગુજરાત સંભાગ અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી પ્રશિક્ષિત વ્યાસ કથાકાર ભાઈ બહેનોનું વ્યાસ દક્ષતા (અભ્યાસ) વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યાસપીઠ પરથી કથાકાર ના મુખારવિંદ માંથી રોજ સવારે રામચરિત માનસ નવહાણ પારાયણ સવારે 9:00 થી 12:30 અને શ્રી રામકથાનો સમય સાંજે 5 થી 8 કલાક રાખવામાં આવ્યો હતો.

કથામાં પધારેલ કથાકારો દ્વારા ગામમાં સવારે પ્રભાત ફેરી પણ કરવામાં આવતી હતી અને સમગ્ર વાલોડ નગરનું વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું.

કથા દરમિયાન યોગનું પણ શિક્ષણ આપવામાં આવ્યું હતું અને યોગનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

શ્રી રામ કથા પૂર્ણાહુતિ ના રોજ સત્યવાન મહારાજ ( શ્રી હરિ કથા પ્રસાદ યોજના કેન્દ્રીય સાધક પ્રમુખ) તથા મૂળજીભાઈ મહારાજ ( ગુજરાત સંભાગ વ્યાસ પ્રમુખ) નાઓ દ્વારા એકલ અભિયાન વિશે અને હિન્દુ સમાજ માટે કથાનું મહત્વ શું છે એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજરોજ એકલ અભિયાન અંતર્ગત વ્યાસ દક્ષતા વર્ગ તથા રામકથાનું સમાપન ના દિવસે સવારે હવન કરવામાં આવ્યો હતો અને અંતમાં ભારત માતાની આરતી કરીને સૌ કોઈ છૂટા પડ્યા હતા.

સમગ્ર કથા દરમિયાન ભોજન ની વ્યવસ્થા અમર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી જેમાં વાલોડ નગરજનોએ ખૂબ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

રોજ સવાર સાંજ જમવા માટે ઘરે-ઘરે થી રોટલી બનાવી તથા સ્થળ સુધી પહોંચાડવામાં આવતી હતી અને આ રામ રોટી માટે નગરજનો ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

 

 

રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.