થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ભાવનગરના કોળીયાક નિષ્કલંક મહાદેવ ખાતે દર્શનાર્થે પધારેલ તમિલનાડુ થી 29 જેટલા યાત્રાળુઓને લઈને જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી વધુ પાણી પસાર થતા ડ્રાઇવર સાઈડનો ભાગ એટલે કે આગળનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને 29 જેટલા યાત્રાળુઓ પાણીમાં ફસાયા હતા.જેમાં મીરા કુંજ સ્ટાફ અને કોળીયાક ગામના કોળી તથા મુસ્લિમ સમાજના ભાઈઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા સાથે મળીને તથા મંત્રી પરસોતમભાઈ સોલંકી તેમજ દિવ્યેશભાઈ સોલંકી સતત સંપર્કમાં રહીને તે લોકોને હેમખેમ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓની રહેવાની જમવાની વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.
તેઓનું મેડિકલ તપાસણી પૂર્ણ થયા બાદ તમામ યાત્રાળુઓને તમિલનાડુ જવા રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરી મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મંત્રી પરસોતમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા તેઓને એક ઘડિયાળ તથા નિષ્કલંક મહાદેવ મંદિર નો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.આ તકે યાત્રાળુ એ પણ મંત્રીશ્રીનો તથા વહીવટી તંત્રનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો તથા મંત્રીશ્રીની કામગીરીને બિરદાવી તેઓને આશીર્વાદ પણ આપ્યા હતા.