ફુદીના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદકારક છે. તે પાચનને સુધારવામાં મદદ છે. અને ડાયજેસ્ટિવ એન્જાઈમ્સને વધારવામાં મદદ કરે છે. તે ભોજનમાંથી પોષક તત્વોને સારી રીતે અવશોષણને પ્રોત્સાહન કરે છે. જે ચયાપચયને ઝડપી બનાવે છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તે કેલરી બર્ન કરીને બેડ ફેટને ઘટાડે છે. આ સિવાય વજન ઘટાડવા માટે પણ ફુદીના ઉપયોગી સાબિત થાય છે. ફેટ રેડ્યુસ કરવા ફુદીનાનું કેવી રીતે સેવન કરવું તે અહીંયા જાણીશું.
વજન ઘટાડવા તમે મિન્ટ ડિટોક્સ પાણી બનાવીને પી શકો છો. તે ઝડપી વેટ લોસ કરવામાં મદદ કરે છે. એના માટે તમારે ફુદીનાના પત્તાને ગેસ પર પાણીમાં ઉકાળીને નીચે ઉતારી દેવું. પછી તેમાં થોડું મધ અને મીઠું મિક્સ કરીને પીવું. તમે તેને સવારે ખાલી પેટ પણ પી શકો છો, જે ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.
ભોજન કર્યા બાદ ફુદીનાના પાન ચાવવાથી પાચન ક્રિયા ઝડપી બને છે. ફુદીનામાંથી નીકળનાર બાયોએક્ટિવ રસ જેમાં મેન્થોલ હોય છે તે ચરબી બર્ન કરવામાં મદદ કરી શકે છે. ફુદીનાના પત્તામાં વિટામિન સી હોય છે જે બેડ ફેટને ઓગાળવામાં મદદ કરે છે. જેથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આથી જ્યારે પણ તમે ઓઇલી ખોરાક ખાઓ ત્યાર બાદ ફુદીનાના પાનને ધોઈને ચાવી જાઓ.
રાત્રે સૂતા પહેલા ફુદીનાની ચા પીવાથી પાચન પ્રક્રિયા ઝડપી બને છે સાથે આંતરડાના કામ કરવાની ગતિ ઝડપી બને છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય આ ચા પાચન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને ઘટાડે છે તે પણ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ફુદીનાની ચા બનાવવા માટે ફુદીનાના પત્તાને પીસીને પાણીમાં મિક્સ કરો. તેમાં થોડું મીઠું મિક્સ કરો અને જો તમે ઈચ્છો તો આદુ પણ નાખી શકો છો. પછી તેને ઉકાળો પછી તે ચાને ગાળી લો અને તેમાં થોડું મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવો.