ખેડા જિલ્લા પોલીસ દ્વારા શુક્રવારે ખેડા કેમ્પ ખાતે અમદાવાદ વિભાગના IGPની અધ્યક્ષસ્થાને ખાસ લોક દરબાર અને પોલીસ દરબાર યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લાવાસીઓ અને પોલીસ તરફથી ખાસ સૂચનો લેવાયા, IGPએ પરેડનુ નિરિક્ષણ પણ કરેલ, તેમજ પોલીસની વિવિધ એક્ટીવી જેમ કે, મોકડ્રીલ સહિતની એક્ટીવીટી, લોકદરબાર અને પોલીસ દરબારનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના નાગરિકો હાજર રહ્યા અને પોલીસને જરૂરી સૂચનો કર્યા હતા.