અયોધ્યામાં સરયુ તટ પર દીપોત્સવનો કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ દીપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા રામ કી પૈડી પર લાખોની સંખ્યામાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે.
એક દીયા રામ કે નામ’ હેઠળ ભક્તો કરી શકશે દીયા દાન
અયોધ્યામાં યોજાનાર દીપોત્સવના કાર્યક્રમમાં દેશ વિદેશથી લાખો લોકો સામેલ થાય છે. પરંતુ અનેક વાર એવું થાય છે તે લોકો અમુક સંજોગોને કારણે આવી શકતાં નથી. ત્યારે આ ભક્તો માટે ઘરે બેઠા જ અયોધ્યામાં તેમના નામે દીવાનું દાન કરી શકશે. જે ભક્તો ઓનલાઈન મારફતે આ અવસરે દીવા દાન કરવા માંગે છે. તેમના માટે ‘એક દીયા રામ કે નામ’ કાર્યક્રમ શરૂ કર્યો છે.
જે માટે ભક્તો http://www.divyaayodhya.com/bookdiyaprashad વેબસાઈટ પર જઈને રામ જ્યોતિ અને સીતા શોભા હેઠળ પોતાનું દાન નોંધાવી શકશે. જેની નોંધણી કરવા પર તમને રઘુપતિ પ્રસાદની સાથે ગોળ, ચંદન, સરયુ જળ, હનુમાન લડ્ડુ, અયોધ્યા રાજ તમે આપેલા એડ્રેસ પર મોકલવામાં આવશે. આ દાન દસ દિવસ સુધી જ ઓનલાઈન સ્વીકારવામાં આવશે.