મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ બાગેશ્વર ધામની મુલાકાત લીધી. અહીં બાલાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બાબા બાગેશ્વર સરકારના શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દર્શનનો લાભ પણ મળ્યો.
બાગેશ્વર ધામમાં પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. 20થી 30 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. અહીંના સંન્યાસી બાબા લાલજી મહારાજ, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરદાદા હતા. તેમણે આશરે 300 વર્ષ પહેલાં બાગેશ્વર ધામ બાલાજીનું મંદિર બનાવ્યું હતું. આ ધામનો મહિમા આખી દુનિયામાં ફેલાયેલો છે. ત્યારે આજે આ પવિત્ર ધામના દર્શનનો અવસર પ્રાપ્ત થયો.