PM મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે બ્રિક્સના સભ્ય બનવા માટે 40 દેશો તરફથી પ્રસ્તાવ કઝાન મેનિફેસ્ટો પર આખી દુનિયાની નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન પહોંચ્યા છે. આ સાથે જ આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન જેવા નેતાઓ કઝાન પહોંચ્યા છે.
કઝાન મેનિફેસ્ટો પર સૌ દેશોની નજર
યુક્રેન યુદ્ધ પછી અમેરિકા અને યુરોપિયન દેશોના નિશાના પર બનેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ ઈવેન્ટ દ્વારા વૈશ્વિક મંચ પર પોતાનો સંદેશ પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. ત્યારે આજે બ્રિક્સ સંમેલન બાદ કઝાન ઘોષણા પર સૌની નજર છે.
40 દેશોએ બ્રિક્સના સભ્યપદ માટે પ્રસ્તાવ મોકલ્યો
બ્રિક્સ સંમેલન અંગે રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે બ્રિક્સના સભ્ય બનવા માટે લગભગ 40 દેશો તરફથી પ્રસ્તાવો મળ્યા છે. જેમાં અલ્જેરિયા, બાંગ્લાદેશ, કોંગો, બહેરીન, કોલંબિયા, ક્યુબા, ઈન્ડોનેશિયા, કઝાકિસ્તાન, કુવૈત, મલેશિયા, મોરોક્કો, મ્યાનમાર, પેલેસ્ટાઈન, સીરિયા, થાઈલેન્ડ, વિયેતનામ જેવા દેશોનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે 36 દેશોના પ્રમુખોને કઝાન બોલાવીને રાષ્ટ્રપતિ પુતિનને અમેરિકા સહિત પશ્ચિમી દેશોને આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે યુક્રેન વિવાદને લઈને તેમના પર દબાણ બનાવવાવી તેમની રાજનીતિ કામ કરી રહી નથી. આ સાથે જ બ્રિક્સમાં નવા સભ્ય બનાવવાને લઈને પણ નિર્ણય થશે.
ચુકવણીનો નવો વિકલ્પ બ્રિક્સ એજન્ડા
બ્રિક્સ દેશો વચ્ચેના વેપારમાં અમેરિકી ડોલરનો હિસ્સો ઓછો કરવા માટે સ્થાનિક ચલણને વેપારમાં પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા લાગુ કરવાનો બ્રિક્સ એજન્ડા છે. સાથે જ સભ્ય દેશોના બેંકો વચ્ચે ચુક્વણીની વ્યવસ્થા માટે નવી ટેક્નોલોજીનો મુદ્દો પણ એજન્ડામાં છે.
શું પેલેસ્ટાઈનને મળશે અલગ દેશનો દરજ્જો
મિડલ ઈસ્ટમાં હાલ સ્થિતિ ખરાબ છે. આવી સ્થિતિમાં રશિયાએ બ્રિકસ સંમેલન માટે પેલેસ્ટાઈનને આમંત્રણ આપ્યું છે. અને પેલેસ્ટાઈનને એક અલગ દેશનો દરજ્જો આપવાની માંગને દોહરાવી છે. ભારત પણ ઈઝરાયલ સાથે સંપૂર્ણ પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપનાની માંગને સમર્થન આપે છે.