વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. અહીં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. પીએમ રશિયાના પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. હવે પીએમ મોદી બુધવારે એટલે કે આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.
આ બેઠક ઘણી મહત્વની રહેશે. ભારત અને ચીનના સંબંધોમાં જે કડવાશ લાંબા સમયથી ચાલી રહી છે તે તાજેતરના સમયમાં ઘટી છે. આવી સ્થિતિમાં બંને નેતાઓની આ મુલાકાત પર દુનિયાની નજર રહેશે.
આજે થશે દ્વિપક્ષીય વાતચીત
મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાની પુષ્ટિ કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, બુધવારે બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.
#WATCH विदेश सचिव विक्रम मिस्री ने कहा, "मैं पुष्टि कर सकता हूं कि कल ब्रिक्स शिखर सम्मेलन से इतर प्रधानमंत्री मोदी और चीनी राष्ट्रपति शी जिनपिंग के बीच द्विपक्षीय बैठक होगी।' pic.twitter.com/9a9fjlA550
— ANI_HindiNews (@AHindinews) October 22, 2024
પીએમ મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
પુતિન સાથે મુલાકાત અને મુલાકાત બાદ પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી. વિદેશ સચિવે કહ્યું કે, પીએમએ આ દરમિયાન પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ વધતા સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોની સુરક્ષા અને નાગરિકોને થતા નુકસાનને રોકવા માટે ભારતના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો.
#WATCH | Kazan, Russia: Foreign Secretary Vikram Misri says, "Both leaders (PM Modi and Iranian President Pezeshkian) also discussed the situation in West Asia. PM Modi expressed his deep concern over the escalating conflict and reiterated India's call for the protection of… pic.twitter.com/7CSpn4g30W
— ANI (@ANI) October 22, 2024
નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાન અંગે પણ ચર્ચા થઈ હતી
વિદેશ સચિવે કહ્યું કે, આ દરમિયાન પીએમ મોદીએ તણાવ ઘટાડવા માટે વાતચીત અને કૂટનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પ્રદેશમાં શાંતિ અને સંવાદિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાન અંગે પણ ચર્ચા થઈ હતી. અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય ચાલુ રાખવાની સાથે-સાથે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના મુદ્દા પર પણ વાત કરી છે.