રશિયન સબમરીન ‘ઉફા’ મંગળવારે રાત્રે કેરળના કોચ્ચિ બંદર પર પહોંચી, જેનું ભારતીય નૌસેનાએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ સ્વાગતની તસવીર શેર કરી છે. ભારતમાં રશિયન સબમરીનનું આગમન એવા સમયે થયુ છે જ્યારે પીએમ મોદી 16માં બ્રિક્સ શિખર સંમેલન માટે રશિયાના બે દિવસીય પ્રવાસે ગયા છે.
ભારત પહોંચેલી ઉફા સબમરીનને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. સબમરીન ઉફા ઘોંઘાટ કર્યા વિના પાણીની અંદર પોતાના ઓપરેશનને અંજામ આપી શકે છે. આ ઘણા મામલે અમેરિકાની સૌથી શ્રેષ્ઠ સબમરીન કરતાં પણ સારી માનવામાં આવે છે. આને બ્લેકહોલ પણ કહેવામાં આવે છે. આ સબમરીનને લઈને રશિયન નૌસેનાના પ્રશાંત કાફલાની એક ટીમ કોચ્ચિ બંદર પહોંચી છે. આ ટીમમાં ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન ઉફા અને બચાવ ટગ અલાટાઉ પણ સામેલ છે.
આ પહેલી વખત નથી જ્યારે રશિયન જહાજ કોચ્ચિ પહોંચ્યુ છે. ઓગસ્ટમાં રશિયન પ્રશાંત કાફલાના મિસાઈલ ક્રૂઝર વૈરાગ અને ફ્રિગેટ માર્શલ શાપોશનિકોવ સહિત રશિયન યુદ્ધ જહાજ પોતાના લાંબા અંતરના મિશન માટે કોચ્ચિમાં પહોંચ્યા હતા.
Russian submarine #Ufa docks at #Kochi, met with a warm welcome by the #IndianNavy.
A symbol of the unshakable friendship between India & Russia, maritime cooperation continues to sail strong.🇮🇳🤝🇷🇺 #SteadyAnchors @giridhararamane @mod_russia @RusEmbIndia @IndEmbMoscow pic.twitter.com/10XGRkRo8u— PRO Defence Kochi (@DefencePROkochi) October 22, 2024
રડાર પણ ફેલ થઈ જાય છે
ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન ઉફા ને રશિયાની સૌથી શક્તિશાળી સબમરીન માનવામાં આવે છે. આને નવેમ્બર 2019એ લોન્ચ કરવામાં આવી હતી અને 2022માં રશિયાએ આને પોતાની નૌસેનામાં સામેલ કરી લીધી હતી. આની રડાર પણ સરળતાથી જાણી શકાતી નથી. આને સૌથી શાંત સબમરીન પણ કહેવામાં આવે છે કેમ કે આ પાણીની અંદર પણ અવાજ કરતી નથી અને દુશ્મનને ઠાર કરી દે છે.
શા માટે ઉફા સબમરીન સૌથી ખાસ છે
ઉફાની ચાલી રહેલી યાત્રા પ્રશાંત કાફલાના વ્યાપક લાંબા ગાળાના મિશનનો ભાગ છે. જે આ વર્ષે 22 જાન્યુઆરીએ શરૂ થયુ હતુ. આ સાથે આ સબમરીન 240 ફૂટની છે અને આ 20 સમુદ્રી માઈલ સુધીની યાત્રા કરી શકે છે. આ સબમરીન 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે અને દુશ્મનનું કામ તમામ કરી શકે છે.