સમગ્ર તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે ત્યારે તાપી જિલ્લામાં પણ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠપૂજા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના વડીલો તથા ભાઈઓ બહેનો જોડાયા હતા.
ઉત્તર ભારતીય સમાજ દ્વારા યોજવામાં આવતા આ કાર્યક્રમમાં ભગવાન સૂર્યનારાયણ ને પહેલા ડૂબતા અને ઉગતા સૂર્ય ભગવાન ને અર્ગ આપવામાં આવે છે, આ કાર્યક્રમ માં વહિવટી તંત્ર દ્વારા ખૂબ સારો સહયોગ આપવામાં આવ્યો હતો.
ઉત્તર ભારતીય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ઓવારો માટે સારી જગ્યા ડેવલપ કરવામાં આવે જેથી કરીને હજી મોટી સંખ્યામાં આ કાર્યક્રમ ને સરસ રીતે ભવ્ય રીતે ઉજવી શકાય તથા પડતી હાલાકી દૂર થાય અને લોકો સારી રીતે પૂજા કરી શકે.