ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે નડિયાદ સહિત ચરોતરના ગ્રામ્ય અને ખાસ કરીને સીમાડા વિસ્તારોના નાગરીકો ભયના ઓથા હેઠળ છે.
આ સમગ્ર મામલે પોલીસે પણ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે તાકીદ કરી છે અને પોલીસની ટીમો રાત્રિના સમયે પણ સક્રિય રહેતી હોવાનું જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યુ છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)