વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં જી20 સમિટનો ભાગ બનવા ગુયાના પહોંચ્યા છે. તેઓ 56 વર્ષમાં પ્રથમ વખત ગુયાનાની મુલાકાત લેનારા ભારતીય વડાપ્રધાન છે. જ્યાં ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી અને તેમના કેબિનેટ મંત્રીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
ગુયાનામાં 40 ટકા વસ્તી ભારતીય મૂળની
ગુયાનાની કુલ વસ્તીમાં 40 ટકા લોકો ભારતીય મૂળના છે. તેના રાષ્ટ્રપતિ ઈરફાન અલી પણ ભારતીય મૂળના છે. તેમના પૂર્વજ 19મી સદીની શરૂઆતમાં કરાર પર મજૂરી કરવા ગુયાના ગયા હતા. આજે તેઓ ગુયાનામાં શાસન કરી રહ્યા છે.
યુરોપના વિવિધ દેશોમાં 19મી સદીની શરૂઆતમાં બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં લોકોને જહાજોમાં કરાર આધારિત મજૂરી કરવા લઈ જવામાં આવ્યા હતાં. આ મજૂરોને ગિરમિટિયા તરીકે ઓળખવામાં આવ્યા. લગભગ 15 લાખ ભારતીયો ઉજ્જવળ ભવિષ્ય માટે મોરિશિય્સ, સૂરીનામ, ગુયાના, હોલેન્ડ, ત્રિનિદાદ, અને ફિજી જેવા દેશોમાં મજૂરી કરવા ગયા હતાં. જ્યાંથી તેઓ ક્યારેય પરત પોતાના વતન ફર્યા નહીં.
19મી સદીમાં યુરોપનો સમગ્ર વિશ્વમાં દબદબો હતો. દાસ પ્રથા દૂર થતાં આ દેશોમાં સસ્તા મજૂરોની જરૂરિયાત ઉભી થઈ હતી. જેના લીધે ભારતીયોને ત્યાં લઈ જવામાં આવ્યા. બ્રિટિશર્સ બંધુઆ મજૂરી કરવા ભારતીયોને યુરોપ લઈ ગયાં. 1838માં પ્રથમ વખત ભારતીય મૂળના મજૂરો ગુયાના પહોંચ્યા હતાં.
#WATCH | Prime Minister Narendra Modi receives ceremonial welcome and Guard of Honour in Georgetown, Guyana
During his visit, PM Modi will hold a bilateral with President Mohamed Irfaan Ali and will address a special sitting of Guyana's parliament. He will also join leaders from… pic.twitter.com/3cnVzCGOeD
— ANI (@ANI) November 20, 2024
યુરોપની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી
આ મજૂરો મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, અને મધ્યપ્રદેશના રહેવાસી હતાં. તેઓએ ગુયાનાના અર્થતંત્રમાં નોંધનીય યોગદાન આપ્યુ અને ખાંડ, શેરડી સહિત વિવિધ પાકોની ખેતી કરી ત્યાંની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી. પરંતુ તેની સામે તેમનું ગુયાનામાં વધુ પડતુ શારિરીક અને માનસિક શોષણ થતુ હતું.
મજૂરીથી શાસન સુધીની સફર
ગુયાનામાં ભારતીય મૂળના આ મજૂરોએ ખૂબ જ શારિરીક અને માનસિક શોષણનો સામનો કર્યો. પરંતુ ધીમે-ધીમે તેમનો વિકાસ થયો. તેમના વંશજોએ શિક્ષણ મેળવ્યું. અને વિવિધ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. આજે ગુયાનાના રાષ્ટ્રપતિ પદે ભારતીય મૂળના વ્યક્તિ છે. અગાઉ 1968માં ભારતના પૂર્વ વડાપ્રધઆન ઈન્દિરા ગાંધી ગુયાના ગયા હતાં. ત્યારબાદ વર્ષો બાદ પીએમ મોદીએ મુલાકાત લીધી છે.