માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કચેરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. માહિતી નિયામકએ તમામ સ્ટાફ સાથે સંવાદ કરી માહિતી ખાતાની સંપાદકીય અને વહીવટી કામગીરીની અસરકારકતા વધારવા અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. તેઓએ સંપાદકીય કામગીરીમાં ઇનોવેટિવ કાર્ય શૈલી અપનાવી સરકારની વિભિન્ન યોજનાકીય લાભો વિશેની માહિતી લોકોમાં સરળતાથી પહોંચે એ બાબતે કામગીરી કરવા સૂચન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક માનસીબેન દેસાઈ, માહિતી મદદની અલ્પેશ મકવાણા, સિનિયર ક્લાર્ક વિવેક પારેખ સહિત તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.