પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપવામાં આવી છે આ માટે સરકારે 8 હજાર કરોડથી વધુનું ફંડ ફાળવ્યું છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. નવોદય વિદ્યાલય યોજના હેઠળ જે ઠેકાણે શરુ ન કરાયાં ત્યાં આ નવા વિદ્યાલયો ખોલવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવા કેન્દ્રીય વિદ્યાલયો શરૂ થવાથી દેશભરના 82 હજારથી વધુ વિદ્યાર્થીઓને સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક મળશે. હાલમાં 1256 કાર્યરત કેન્દ્રીય વિદ્યાલયો છે જેમાંથી ત્રણ વિદેશમાં મોસ્કો, કાઠમંડુ અને તેહરાનમાં છે અને તેમાં 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ શ્રીને નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે લવાયો છે. તમામ કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને પીએમ શ્રી શાળા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેથી કરીને તેમને મોડલ બનાવી શકાય.