ત્રણ દિવસ અગાઉ ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ મથે કે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી જેમાં કઠલાલ તાલુકાના ખલાલ ગામે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી બે ઠગોએ અમદાવાદ શહેરના ફેબ્રિકેશન કંપનીના માલિક સાથે છેતરપિંડી આચરી હતી.
જુદી જુદી રીતે કુલ રૂપિયા એક કરોડ દસ લાખ જેટલી રકમ પડાવી આ બંને લોકો છું થઈ ગયા હતા. જોકે છેવટે પોલીસના હાથે ઠગાઈ આચરનારા શખ્શો લાગતા આ બંનેને ટ્રાન્સફર વોરંટ ના આધારે કઠલાલ પોલીસે કબજો મેળવ્યો છે અને આરોપી ને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
અમદાવાદના કઠવાડા જીઆઇડીસી માં ફેબ્રિકેશનની કંપનીના માલિક સંદીપભાઈ દલપતભાઈ પંચાલ અને એમના પિતા અન્ય જગ્યાએ કંપની નાખવા માટે જમીનની તલાશમાં હતા આ દરમિયાન તેઓ રાજુ ઉફે યુસુફ રસુલ વોહરા
(રહે નાના બજાર વિદ્યાનગર ) ના સંપર્કમાં આવ્યા હતા આ રાજુ ઉર્ફે યુસુફ વોરાએ પોતાની ઓફિસ જે ઇસનપુર મણીનગર ખાતે છે ત્યાં રૂબરૂ બોલાવી ઉપરોક્ત પિતા પુત્ર પાસે થી ટુકડે ટુકડે કુલ રૂપિયા 1 કરોડ દસ લાખ 81 હજાર પડાવી લીધા હતા.
રાજુ ઉર્ફે યુસુફ વોરા અને એકતાબેને કઠલાલ તાલુકાના ખલાલ ગામની સીમમાં આવેલી સરકારી જમીન બતાવી આ જમીન સસ્તામાં આપવાનું જણાવી આટલી મોટી રકમ પડાવી હતી આ કાંડ દરમિયાન રાજુ ઉર્ફે યુસુફ વોહરાએ પોતાની ઓળખ રિટાયર મામલતદાર તરીકે આપી હતી .કઠલાલ પોલીસ મથકે આ મામલે સંદીપભાઈ એ ફરિયાદ નોંધાવતા પોલીસ આ બંને ઠગોને અમદાવાદ ખાતે ટ્રાન્સફર વોરંટ ના આધારે લાવી પૂછપરછ હાથ ધરી છે.