ખેડા જિલ્લામાં વસો તાલુકામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના અધ્યક્ષ સ્થાને જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપકેન્દ્રો રામોલ, હાથજ અને અરેરાના કુલ રૂ. ૮૫.૨૯ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત મકાનોના ઇ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય હ કલ્પેશભાઈ પરમાર, પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. કથીરિયા, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, ખેડા જીલ્લા મધ્યસ્થ કો-ઓપરેટીવ બેન્કનાં ચેરમેન તેજસભાઈ પટેલ, અમૂલ ડેરીનાં ચેરમેન વિપુલભાઈ પટેલ, વસો તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રીન્કાબેન પટેલ, પશુપાલન વિભાગનાં અધિકારીગણ, ખેડૂતો તેમજ ૪૦૦ પશુપાલકો જોડાયા હતા.
નોંધનીય છે કે, ઈ- લોકાર્પણ કાર્યક્રમ બાદ રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર હેઠળના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, ખેડા હસ્તકના રૂ.૨૮.૫૦ લાખના ખર્ચે વસો તાલુકામાં આવેલું નવનિર્મિત ઉપકેન્દ્ર રામોલનું કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.