વાલોડ તાલુકાના મોરદેવી ગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 kv મોરદેવી સબ સ્ટેશન નો ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેની સાથે વાલોડ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વાલોડ પેટા વિભાગીય કચેરી ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ નો પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે 170 મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું હતું કે કર્મચારીઓને ઓફિસના કારણે સુવિધા મળી રહે એટલા માટે રાજ્ય સરકારે અને જીઈબી વિભાગે ખૂબ મોટા પ્રમાણમાં એટલે લગભગ 10 કરોડના ખર્ચે 66 કેવી મોરદેવી ખાતે અને 1.54 લાખ રૂપિયાન ખર્ચે આ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમ તો જીઇબી નો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે અને આપણે ગુજરાત સરકાર આમ તો લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે અભિનંદન આપવા પડે તેમને જ્યોતિગ્રામ તરીકે 24 કલાક પાવર આપવાનો ભગીરથ કાર્ય કર્યું છે. આજે ખેડૂતોને પણ પાવર મળી રહે એટલા માટે 66 કેવી સબ સ્ટેશન બનાવી રહ્યા છે. જેનો સીધો લાભ ખેડૂતોને અને આમ જનતાને મળી રહે.