આઈ.સી.ડી.એસ. શાખા, કઠલાલ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ કિશોરીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા સખી – સહસખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ, માસિક સ્વચ્છતા, મહિલા સંબધિત કાયદાઓ તેમજ સ્વબચાવ (સેલ્ફ ડીફેન્સ) વિશે સમજ આપવામાં આવી.
આ ઉપરાંત તાલુકા ક્ક્ષાએથી આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને RBSK ના સહયોગથી આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કિશોરીઓના વજન, ઊંચાઈ અને Hb ટેસ્ટ કરવામાં આવેલ. જેમાં કુલ ૮ સેજાની કુલ-૧૭૮ કિશોરીઓને તાલીમ આપવામાં આવી તેમજ ૩૭૫ કિશોરીઓના હિમોગ્લોબીનની તપાસ (Hb test) કરતા ૧૧ કિશોરીઓ સીવીયર, ૧૭૩ કિશોરીઓ મોડરેટ, ૧૦૯ કિશોરીઓ માઈલ્ડ અને ૮૩ કિશોરીઓનું Hb નોર્મલ જોવા મળેલ છે.
આ પ્રસંગે સી.ડી.પી.ઓ. અલકાબેન રાઠોડ સહિત આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ અને તાલુકાની કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.