ઉમરેઠના સુંદલપુરા ખાતે આણંદ જિલ્લા ખનીજ વિભાગ દ્વારા તપાસ કરાતા ગેરકાયદેસર રીતે રેતી ખનન પકડવામાં આવ્યું છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આણંદની સૂચના અન્વયે ખનિજ ખાતું આણંદ ની તપાસ ટીમ દ્વારા સુંદલપુરા તા.ઉમરેઠ ખાતે અચાનક તપાસ કરતા સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન સબબ ઉપયોગમાં લેવાતાં પકડાઇ ગયું હતું. આ ખનીજ ચોરી ગુનામાં એક લોડર મશીન અને બે ટ્રોલી સાથેના ટ્રેકટર એમ કુલ મળી 12 લાખનો મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો અને ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. ખનીજ વિભાગ દ્વારા મશીનરીના કાયદેસરના માલિકોના નામ તપાસ કરી તેમની સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુંદલપુરા ખાતે મહીસાગર નદીમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન પકડવાની આ કોઈ પહેલી ઘટના નથી. ગેરકાયદેસર રીતે રેતી ખનન નો કાળો કારોબાર કરનારા માટે સુંદલપુરા જાણે મુખ્ય મથક બનતું જઈ રહ્યું છે. જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ ખુબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી પણ જો ખનીજ વિભાગ દ્વારા ઝીણવટથઇ તપાસ કરવામાં આવે તો હજુ આવા ઘણા બીનઅધિકૃત ખનન ઝડપાઈ શકે છે.