પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ઓડ દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણીજીના 19મા પુણ્ય સ્મૃતિ દિવસ ‘વિશ્વ બંધુત્વ દિવસ’ નિમિત્તે માનવસેવાના ઉમદા સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓડના મલાવ ભાગોળ સ્થિત આશીર્વાદ વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી યોજાયેલા રક્તદાન કેમ્પમાં નગરજનો, સંસ્થાના સભ્યો તેમજ ખાસ કરીને યુવા વર્ગે ઉત્સાહપૂર્વક ભાગ લઈ ‘રક્તદાન એ મહાદાન’ ના સંદેશને સાર્થક કર્યો હતો.
રક્તદાન કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓડ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલ, કાઉન્સિલર ભાવનાબેન પટેલ, ભાવેશભાઈ પટેલ, નિખિલભાઈ પટેલ તેમજ કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલની એ.ડી. ગોરવાલા બ્લડ બેંકના ડૉ. જયરાજભાઈ, ડૉ. કિંજલબેન તથા હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન યુવાનો સહિત રક્તદાતાઓએ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજકો દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી રક્તદાનના સામાજિક અને માનવીય મહત્ત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કેમ્પને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ રક્તદાતાઓ, કરમસદ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ તેમજ આયોજનમાં સહભાગી બનેલા તમામ સેવાભાવી લોકોનો બ્રહ્માકુમારી રૂપલબેને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel