click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સરહદના વીર જવાનો માટે મોગરીની દીકરીનો સ્નેહસેતુ; દર વર્ષે મોકલે છે 6000 રાખડીઓ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > સરહદના વીર જવાનો માટે મોગરીની દીકરીનો સ્નેહસેતુ; દર વર્ષે મોકલે છે 6000 રાખડીઓ
AnandGujarat

સરહદના વીર જવાનો માટે મોગરીની દીકરીનો સ્નેહસેતુ; દર વર્ષે મોકલે છે 6000 રાખડીઓ

18 વર્ષીય ખુશી વૈદ્યનું ‘એક રાખી ફોજી કે નામ’ અભિયાન; ચાર વર્ષથી વિદ્યાર્થીઓને સૈનિકો સાથે લાગણીના તાંતણે જોડે છે

Last updated: 2026/08/27 at 6:02 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના વચનનું પવિત્ર પર્વ. પરંતુ આણંદ તાલુકાના મોગરી ગામની 18 વર્ષીય વિદ્યાર્થીની ખુશી વૈદ્યએ રાખડીના આ પવિત્ર તાંતણાને દેશભક્તિ સાથે જોડી સરહદ પર દેશની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનો સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે.

‘એક રાખી ફોજી કે નામ’ અભિયાન અંતર્ગત ખુશી છેલ્લા ચાર વર્ષથી વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ પાસેથી રાખડીઓ, વ્યક્તિગત સંદેશાઓ અને રાખડી કાર્ડ એકત્ર કરી ભારતીય સેનાના જવાનો સુધી પહોંચાડે છે. દર વર્ષે અંદાજે 6000 જેટલી રાખડીઓ જવાનો માટે મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે પણ રક્ષાબંધન નિમિત્તે આશરે 6000 રાખડીઓ મોકલવામાં આવી હોવાનું ખુશીએ જણાવ્યું હતું.

વલ્લભ વિદ્યાનગર ખાતે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ખુશી માટે આ અભિયાનની પ્રેરણા સિયાચીન સાથે જોડાયેલી છે. સિયાચીન ગ્લેશિયરની પ્રેરણાદાયી યાત્રા દરમિયાન તેને ભારતીય સૈનિકોના સાહસ, શૌર્ય, કઠિન જીવન અને બલિદાનને નજીકથી સમજવાની તક મળી હતી. સિયાચીનમાં તૈનાત જવાનોના પડકારોને સમજાવતા પુસ્તક અને સિયાચીન જાગૃતિ અભિયાનથી પ્રેરાઈને તેના મનમાં સૈનિકો માટે કંઈક કરવાની ભાવના જાગી અને ત્યાંથી ‘એક રાખી ફોજી કે નામ’ અભિયાનનો પ્રારંભ થયો.

આ અભિયાન હેઠળ ધોરણ 1થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને સૈનિકો માટે રાખડીઓ બનાવવા અને પોતાના હાથે લાગણીસભર સંદેશા લખવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં ખુશીએ વિવિધ શાળા-કોલેજોની મુલાકાત લઈને હજારો વિદ્યાર્થીઓને આ દેશભક્તિના અભિયાન સાથે જોડ્યા છે.

ખુશીના જણાવ્યા મુજબ, આ પ્રવૃત્તિ માત્ર રાખડી બનાવવા કે રક્ષાબંધનના તહેવાર પૂરતી મર્યાદિત નથી. તેનો મુખ્ય હેતુ નવી પેઢીમાં દેશપ્રેમ, જવાબદારી, સંવેદનશીલતા અને સૈનિકોના સમર્પણ પ્રત્યે આદરની ભાવના વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થતી દરેક રાખડી અને સંદેશામાં સરહદના જવાનો પ્રત્યેનો પ્રેમ અને સન્માન વ્યક્ત થાય છે.

ખાસ વાત એ છે કે સૈનિકો તરફથી પણ આ અભિયાનને હૃદયસ્પર્શી પ્રતિસાદ મળે છે. વિદ્યાર્થીઓની રાખડીઓ અને સંદેશા મળ્યા બાદ જવાનો તરફથી મળતા પ્રતિભાવથી બાળકોમાં દેશ પ્રત્યે ગૌરવ અને સૈનિકો પ્રત્યે સન્માનની લાગણી વધુ મજબૂત બને છે.

મોગરીની 18 વર્ષીય ખુશી વૈદ્યની આ પહેલ સાબિત કરે છે કે દેશભક્તિ માટે ઉંમરની કોઈ મર્યાદા નથી અને રાખડીનો એક નાનકડો તાંતણો પણ સરહદ પર ઊભેલા જવાન સુધી સમગ્ર દેશનો પ્રેમ અને આભાર પહોંચાડી શકે છે.

 

ભાવેશ સોની (આણંદ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

‘કાર્યકર્તાથી પ્રદેશ ઉપાધ્યક્ષ સુધી’: નીલ રાવે સૌનો આભાર માન્યો, કહ્યું- ‘સેવાની નવી શરૂઆત’

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને અશ્વિની વૈષ્ણવની શ્રદ્ધાંજલિ, કહ્યું- ‘સશક્ત અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન સરદાર સાહેબે આપ્યું’

યુવક પર હુમલો કરવા મામલે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી વિરુદ્ધ FIR

સુરતથી ચેન્નઈ હવે માત્ર 16 કલાકમાં! 6-લેન એક્સપ્રેસવે 5 રાજ્યોને જોડશે

National Film Awards 2026: કાર્તિક આર્યન-મમૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ; ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને રાષ્ટ્રીય પુરસ્કાર

TAGGED: @india, 6000 Rakhi For Soldiers, Anand, anand news, Army Jawans Rakhi, Breaking news, CM Gujarat, Deshbhakti Campaign, Ek Rakhi Fauji Ke Naam, gujarat, Gujarat Student Initiative, gujarati news, india news, Indian Army news, Indian Army Rakhi, indian army soldiers, Khushi Vaidya, Mogri Village Anand, Narendra Modi, oneindianews, Patriotic Rakhi Campaign, Rakhi Campaign Gujarat, Rakhi For Soldiers, Raksha Bandhan 2026, Raksha Bandhan With Soldiers, Siachen Glacier, Siachen soldiers, Students Send Rakhi To Soldiers, top news, topnewschannelinindia, Vallabh Vidyanagar, આણંદ સમાચાર, એક રાખી ફોજી કે નામ, ખુશી વૈદ્ય, ગુજરાત સમાચાર, જવાનોને 6000 રાખડી, દેશભક્તિ અભિયાન, ભારત, ભારતીય સેના, મોગરી ગામ, રક્ષાબંધન 2026, સિયાચીન ગ્લેશિયર, સૈનિકો માટે રાખડી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉમર ખાલિદ-શરજીલ ઇમામની જામીન અરજીનો દિલ્હી પોલીસનો વિરોધ, કહ્યું- ‘બંને માસ્ટરમાઇન્ડ’
Next Article સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં જંબુસરના વેપારી આસિફ ઘાસીયાનું અપહરણ, પોલીસના વેશમાં આવેલા 7 સશસ્ત્ર શખ્સો પર શંકા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Deloro Casino CA – Registration and Account Setup
સપ્ટેમ્બર 23, 2026
GRANDPASHABET CANLI CASİNO & BAHİS
સપ્ટેમ્બર 23, 2026
Casinova nettcasino Norge – bonuser og aktuelle kampanjer
સપ્ટેમ્બર 23, 2026
Pinco kazino UZ – depozit kiritish va pul yechib olish tartibi
સપ્ટેમ્બર 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?