નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્વક અધિકારી, કર્મચારી, બાળકો અને પરિવારજનો જોડાયા હતા.
આ પ્રસંગે નિમિત્તે એસ.આર.પી, ગ્રુપ-૦૭ ની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રુપના કર્મચારીઓને તેમની પ્રશંસનીય કામગીરી માટે સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
વધુમાં ગ્રુપ ખાતે બનાવેલ નવા ઇન્ડોર ગેમ્સ સંકુલ તથા નવીનીકરણ કરેલ બાળ ઉદ્યાનનું પણ ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતુ. આ સમગ્ર કાર્યક્ર્મમા ગ્રુપના ના.પો.અધિક્ષક એસ.કે.શાહ, વી.આર.યાદવ સહિત અધિકારી, કર્મચારી તથા વિશાળ સંખ્યામા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.