મહાકુંભમાં સતત લોકો ઉમટી રહ્યા છે. પ્રયાગરાજના સંગમ કિનારે આયોજિત મહાકુંભને 16 દિવસ થઈ ગયા છે. આ 16 દિવસમાં 14 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. આ તરફ હવે 29મીએ યોજાનાર મૌની અમાવસ્યાના અમૃતસ્નાનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મહાકુંભના બીજા અમૃત સ્નાન માટે લગભગ 10 કરોડ ભક્તો આવવાની આશા છે. નોંધનિય છે કે, ગઇકાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમના પરિવાર સાથે સંગમમાં સ્નાન કરવા પહોંચ્યા હતા.
महाकुम्भ का एक ही संदेश, एकता से ही अखंड रहेगा देश…
भारत की एकता, आस्था व संस्कृति के महासमागम 'महाकुम्भ-2025, प्रयागराज' में आज 1.18 करोड़ से अधिक एवं अब तक 13. 21 करोड़ से अधिक श्रद्धालु त्रिवेणी संगम में आस्था की डुबकी लगा चुके हैं।
आज पवित्र स्नान का पुण्य लाभ प्राप्त… pic.twitter.com/YCiR08QzPd
— Yogi Adityanath Office (@myogioffice) January 27, 2025
મૌની અમાવસ્યાની તૈયારીઓની સમીક્ષા
NCRના જનરલ મેનેજરે મૌની અમાવસ્યાના સ્નાન ઉત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. NCR જનરલ મેનેજરે ખુસરોબાગ હોલ્ડિંગ એરિયા અને પ્રયાગરાજ જંકશનનું નિરીક્ષણ કર્યું. રેલ્વે સ્ટેશનો, હોલ્ડિંગ એરિયા અને આશ્રય સ્થાનો પર સુવિધાઓ અને વ્યવસ્થા વિશે માહિતી લીધી. સ્નાન તહેવાર પર ભીડ વ્યવસ્થાપન માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી. ક્રાઉડ મેનેજમેન્ટ જીઆરપી અને સિવિલ પોલીસ અધિકારીઓએ જોઈન્ટ એક્શન પ્લાન જણાવ્યો હતો.
અત્યાર સુધીમાં 140000000 લોકોએ મહાકુંભમાં કર્યું સ્નાન
મહાકુંભ-2025માં ભક્તોની ભીડ ઉમટી. આજે 27મીએ રાત્રે 9 વાગ્યા સુધી 1.55 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. મહાકુંભ-2025માં અત્યાર સુધીમાં 14.76 કરોડ ભક્તોએ સ્નાન કર્યું. CM યોગીએ ટ્વિટ કરીને કહ્યું, મહાકુંભનો એક જ સંદેશ છે, એકતા થકી જ દેશ એકજૂટ રહેશે. ભારતની એકતા, આસ્થા અને સંસ્કૃતિના ભવ્ય મેળાવડા ‘ મહાકુંભ-2025, પ્રયાગરાજ’માં આજે 1.18 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને અત્યાર સુધીમાં 13.21 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. આજે પવિત્ર સ્નાનનો પુણ્ય લાભ મેળવનાર તમામ પૂજનીય ઋષિ-મુનિઓ, 10 લાખથી વધુ કલ્પવાસીઓ અને ભક્તોને અભિનંદન !