ડોલવણ થી ઉનાઈ જતા હાઈવે પર ડોલવણ ડુંગરી ફળિયામાં બનાવવામાં આવેલ બે ગરનાળા ના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેની નોંધ ડોલવણ તાલુકા SO ને થતા આ ગરનાળા તોડીને પાછા નવા બનાવવા માટે ઓર્ડર કરવામાં આવશે એવું SO દ્રારા જણાવવામાં આવ્યું છે.
આ ગરનાળાના કામ આકાશ જી ચૌધરી નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે.
ડૉલવણ તાલુકામાં આવા કેટલાય વિકાસના કામોમાં હલકી કક્ષાનો માલ સામાન વાપરવામાં આવ્યો હશે તેની તપાસ અધિકારીઓ કરશે કે નહીં તે જોવાનું રહ્યું..