Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

તાપીના કુકરમુંડાના ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતના ગંગથા ગામનો વિકાસ ક્યારે થશે.?

તાપીના કુકરમુંડાના ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતના ગંગથા ગામનો વિકાસ ક્યારે થશે.?

તાપી જિલ્લાના કુકરમુંડા ના ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતમાં થતાં કામો માત્ર કાગળ ઉપર વિકાસના કામો થાય
હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગથા ગામમાં કાથુંડીયા ફળિયામાં પીવાના પાણીની સમસ્યાનું આજ દિન સુધીમાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતમાં નાણાંકીય જોગવાઈ ગામનો વિકાસ કરાય છે.પણ હજી સુધી ગામનો વિકાસ અધૂરો જોવા મળે છે. ત્યાં ગામનાં વિકાસ માટે મંજૂર થયેલા નાણાંકીય જોગવાઈ ક્યાં વેડફાઈ રહ્યાં છે એ મોટો તપાસનો વિષય બન્યો છે…

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઇટવાઇ ગૃપ ગ્રામ પંચાયતના ગંગથા ગામનાં કાથુંડીયા ફળિયાના લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. કાથુંડીયા ફળિયામાં ત્રણ-ત્રણ પાણીની ટાંકી મૂકવામાં આવી છે. પણ ત્રણે-ત્રણ પાણીની ટાંકી બંધ હોવાથી ફળિયાના લોકો ગામ નજીક આવેલા ખેતરના બોરનું પાણી લેવા જવા મજબુર બન્યાં છે. આઝાદીના પંચોતેર વર્ષો બાદ પણ ગંગથા ગામના કાથુંડીયા ફળિયા લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ગામના વિકાસના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થાય છે
વિકાસ કોનો થાય છે એ મોટો તપાસનો વિષય બન્યો છે…

સ્થાનિકો એ આક્ષેપ કર્યો છે કે સરપંચને આજ દિન સુધી અમારા ફળિયા વિસ્તારમાં.આવી સમસ્યાઓ અંગે કોઇ પણ વાત જાણવા કે અમારી વાત સાંભળવા માટે સમય મળતો નથી.

 

રિપોર્ટર-વિકાસ શાહ(તાપી)

 

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.