Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

વાલોડમાં સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન માંથી માટી ચોરીનું ચાલતું કૌભાંડ..

વાલોડમાં સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન માંથી  માટી ચોરીનું ચાલતું  કૌભાંડ..

આ જમીનમાં સુરત શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હતો…

સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન ફક્ત ને ફક્ત જમીન ખેડીને જીવન જીવવા માટે આપવામાં આવે છે, આ જમીન કોઈને તમે વેચી પણ ના શકો કે બીજા કોઈ કામ માં પણ ના લઈ શકો.

આ જમીન માંથી કોના ઇશારે માટી કાઢવામાં આવી રહી હતી, એ એક તપાસ નો વિષય છે..

વાલોડ ગામના નવાફડિયાના જાગૃત નાગરિકો દ્વારા વાલોડ ગ્રામ પંચાયતમાં જાણ કરતા સરપંચ, ઉપસરપંચ તથા નવાફડિયાના જાગૃત નાગરિકો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે હવે શું કાયદાકીય પગલાં લેવામાં આવશે એ આવનારા સમયમાં જોવાનું રહ્યું.

 

 

રિપોર્ટર-વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.