પ્રયાગરાજ મહાકુંભમેળામાં સ્વામી અવધેશાનંદગીરીજીનાં સાનિધ્ય સાથે પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ મળ્યો છે. અહીયા ભવ્ય વૈચારિક સાંસ્કૃતિક આયોજનો રહ્યાં.
સંગમક્ષેત્ર પ્રયાગરાજમાં સનાતન વૈશ્વિક મહાકુંભમેળામાં જૂના પીઠાધીશ્વર મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજીનાં સાનિધ્ય સાથે પ્રભુ પ્રેમી સંઘ શિબિરનો શ્રદ્ધાળુ ભાવિકોને મળ્યો લાભ મળ્યો છે.
ઝુંસી વિસ્તારમાં સંગમક્ષેત્રમાં પ્રભુ પ્રેમી સંઘ શિબિરમાં વિવિધ ભવ્ય વૈચારિક સાંસ્કૃતિક આયોજનો રહ્યાં છે. વાલ્મીકિ રામાયણ કથા, હિન્દુ ધર્મ આચાર્ય સભા, સંત સંમેલન, યોગ ધ્યાન શિબિર સાથે વ્યાખ્યાન વગેરે ઉપક્રમો યોજાયાં.
મહાકુંભસ્નાન લાભ સાથે ગુજરાત સહિત દેશ વિદેશનાં ભાવિક શ્રદ્ધાળુઓ માટે આવાસ ભોજન વ્યવસ્થા સાથે આધ્યાત્મિક સત્ર, જ્ઞાન સત્ર તથા સાંસ્કૃતિક સત્ર સાથે દિવ્ય વાતાવરણ રહેવાં પામેલ છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)