કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટૂંક સમયમાં નવી ટોલ નીતિ લાગુ કરવાની વાત કરી છે. નવી નીતિ અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવેની સુવિધાને વધુ અદ્યતન બનાવશે એટલું જ નહીં પરંતુ મુસાફરો માટે મુસાફરીને અનુકૂળ બનાવશે તો ખિસ્સાને પણ રાહત મળશે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે છેલ્લા થોડા સમયથી હાઇવે પર વધતાં જતાં ટોલ ચાર્જિસથી નાગરિકોમાં રોષ ફેલાયો છે અને છેલ્લા 10 વર્ષમાં આ ટોલ ચાર્જિસમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે હાલની સ્થિતિ મુજબ નેશનલ હાઇવે પરના ટ્રાફિકમાં વધારે સંખ્યામાં પ્રાઇવેટ કાર હોય છે પરંતુ તેનો ટોળની આવકમાં માત્ર 20-25%નો જ ફાળો છે.
ટોલ ટેક્સ કમાણીના આંકડા
‘માસિક ટોલ ટેક્સ સ્માર્ટ કાર્ડ’ ની વિચારણા
નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ નવા પ્રોજેક્ટ્સને મંજૂરી મળતાં જ આ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થશે. પહેલા મંત્રાલય પાસે રૂ. 3,000 કરોડ સુધીના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાની સત્તા હતી, પરંતુ હવે રૂ. 1,000 કરોડથી વધુના કોઈપણ પ્રોજેક્ટ માટે કેબિનેટની મંજૂરી જરૂરી છે.
કેન્દ્ર સરકાર ‘માસિક ટોલ ટેક્સ સ્માર્ટ કાર્ડ’ રજૂ કરવાનું વિચારી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આ યોજનાને સમગ્ર ભારતમાં લાગુ કરવાના પક્ષમાં છે. આ સ્માર્ટ કાર્ડ દેશના તમામ ટોલ પ્લાઝા પર માન્ય રહેશે અને કાર્ડધારકને ટોલ ટેક્સમાં પણ મુક્તિ મળશે. સરકારના આ પગલાથી ખાસ કરીને કોમર્શિયલ વાહનો અને એક્સપ્રેસવે પર વારંવાર મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળી શકે છે. સ્માર્ટ કાર્ડ યોજના હેઠળ નિયમિત મુસાફરોને ટોલ ટેક્સમાં મોટી રાહત મળવાની અપેક્ષા છે. આ સિવાય જેની પાસે કાર્ડ નહીં હોય તેમને કોઈ ફાયદો થશે નહીં.