મહાકુંભમાં ભલે ઘણા રેકોર્ડ સ્થાપિત થયા હોય પરંતુ ગંગાની સફાઈ, હાથથી પેટિંગ અને મેળા વિસ્તારમાં ઝાડુ મારવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેના માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમ ગુરુવારે મહાકુંભ પહોંચી અને સંબંધિત અધિકારીઓને પ્રમાણપત્ર આપ્યુ હતું.
45 દિવસ ચાલેલા પ્રયાગરાજ મહાકુંભમાં નવી ઉપલબ્ધીઓની સાથે ઘણા નવા રેકોર્ડ પણ બન્યા છે. આ વખતે પ્રયાગરાજ મહાકુંભે ઘણા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે, જેના માટે આજે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ટીમ દ્વારા પ્રમાણપત્રો સોંપવામાં આવ્યા છે.
આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે તેના X હેન્ડલ પર તસવીરો શેર કરી છે. જેમાં સીએમ યોગી, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર હાથમાં પકડીને જોવા મળે છે.
આખી દુનિયા આશ્ચર્યચકિત છે: સીએમઓ
સીએમઓએ પોસ્ટ પર લખ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદીના સફળ માર્ગદર્શન અને મુખ્યમંત્રી યોગીના નેતૃત્વમાં ‘મહાકુંભ-2025, પ્રયાગરાજ’ ના ભવ્ય આયોજનથી દેશ અને દુનિયા આશ્ચર્યચકિત છે.’ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ગૌરવશાળી ગાથા વિશ્વ મંચ પર ગુંજતી રહી છે.
પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, ‘લોક આસ્થાના આ 45 દિવસના મહાપર્વમાં સૌથી વધુ લોકો દ્વારા એક સાતે નદીની સફાઇ કરવા, સૌથી વધુ કાર્યકર્તાઓ દ્વારા એક સાથે એક જગ્યાએ સફાઇ કરવી તથા આઠ કલાકમાં સૌથી વધુ લોકો દ્વારા હેડ પ્રિટ પેટિંગ કરવાનું કીર્તિમાન ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાપિત કરી એક નવો ઇતિહાસ રચાયો છે. વિશ્વને ‘વસુધૈવ કુટુમ્બકમ’નો સંદેશ આપતો વિશ્વનો ભવ્ય મેળાવડો ‘રેકોર્ડનો મહાકુંભ’ પણ બની ગયો છે.
એકસાથે 329 સ્થળોએ ગંગા સફાઈ કરવામાં આવી
ગંગાની સફાઈ અંગે મહાકુંભમાં પહેલો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ગંગામાં એકસાથે 329 સ્થળોની સફાઈ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. વિશ્વ રેકોર્ડ બનાવવા માટે અડધા કલાકમાં એક સાથે 250 સ્થળોની સફાઈ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ ગંગા સફાઈ અભિયાન 329 સ્થળોએ એક સાથે હાથ ધરવામાં આવ્યું, જેણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
હૈંડ પેંડિંગ રેકોર્ડ બનાવ્યો
બીજો વિશ્વ રેકોર્ડ હાથથી પેટિંગ માટે બનાવવામાં આવ્યો હતો, જ્યાં 10,102 લોકોએ એક સાથે ચિત્રકામ કર્યું હતું. આ ચિત્ર લોકોનો સામૂહિક પ્રયાસ હતો, જેમાં લોકોએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. અગાઉ આ રેકોર્ડ 7660 લોકોનો હતો.
સફાઈ કરવાનો રેકોર્ડ બનાવ્યો
મહાકુંભમાં સફાઈ અભિયાને એક સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. મહાકુંભમાં, 19000 લોકોએ એકસાથે સફાઈ કરી અને મેળા વિસ્તારની સ્વચ્છતા ઝુંબેશને ઝડપી બનાવી. આ સાથે તે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો. અગાઉ આ રેકોર્ડ 10,000 લોકોનો હતો.