નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં ત્રણ ડીજે સાઉન્ડ માલિકો દ્વારા હરિફાઈ યોજી ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવેલ, જેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ મોહળેલ ગામે હાઇસ્કુલ સામે તા.૧૫/૦૪/૨૦૨૫ ના રોજ જાહેર સ્થળ પર લગ્ન પ્રસંગમા ડી.જે. સાઉન્ડની હરીફાઇ કરી ધ્વની પ્રદુષણ તથા પર્યાવરણ ને નુકશાન કરી મહે.જીલ્લા મેજી.સા.ખેડા નડીયાદ નાઓના જાહેરનામાનો ભંગ કરી રહેલ ત્રણે ડી.જે. સાઉન્ડના માલીકો વિરૂધ્ધ ચકલાસી પોલીસે ગુન્હો નોંધી ડી.જે(આઇસર સાથે) કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.