વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારની શરૂઆત મજબૂત નોંધ સાથે થઈ છે. યુએસ બજાર શુક્રવારે દમદાર રીતે બંધ થયા હતા, જેમાં S&P 500 અને Nasdaq નવા ઓલટાઈમ હાઈ પર બંધ થયા હતા. ડાઉ ફ્યુચર્સમાં પણ અડધા ટકાનો વધારો જોવા મળ્યો છે, જે વૈશ્વિક રોકાણકારોની મજબૂત ભાવનાને દર્શાવી છે. એશિયાઈ બજારોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે, જેના કારણે ભારતીય બજાર પર પણ સકારાત્મક અસર પડી છે. સેન્સેક્સ 30.69 પોઈન્ટ એટલે કે 0.02%ના વધારા સાથે 84,078.56 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 4.05 પોઈન્ટના વધારા સાથે 25,641.85ના સ્તરે પહોંચ્યો છે. પ્રી-ઓપનિંગ સેશનમાં બજાર સ્થિરતા દર્શાવી રહ્યો છે.
નિફ્ટી બેંક માટે મહત્વપૂર્ણ ટેક્નિકલ સ્તરો પર નજર કરવી જરૂરી છે. તેમાં પ્રથમ રેસિસ્ટન્સ 57,500થી 57,700ના વિસ્તરમાં જોવામાં આવી રહ્યો છે, જ્યારે મુખ્ય રેસિસ્ટન્સ 57,900થી 58,000 સુધી રહેવાનો અંદાજ છે. સપોર્ટ સ્તરોમાં પ્રથમ સપોર્ટ 57,000થી 57,200 અને મુખ્ય સપોર્ટ 56,500થી 56,800 સુધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે ટ્રેડિંગ માટે ખરીદીનો ઝોન 57,100થી 57,300 વચ્ચે ગણાય છે અને ટ્રેડ માટે સ્ટોપલોસ (SL) 56,950 રાખવો સલામત રહેશે.
અત્યારના બજાર પર એક મહત્વપૂર્ણ ફેક્ટર એટલે ભૂ-રાજકીય તણાવમાં થોડો ઘટાડો થયો છે, જેનું સીધું અસરો કોમોડિટીઝ માર્કેટમાં જોવા મળી રહી છે. ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ આવી છે. MCX પર સોનાનો ભાવ 95,000 રૂપિયાની નીચે પહોંચી ગયો છે અને ચાંદી પણ 1,05,000 ની સપાટીએ આંશિક ઘટાડો દર્શાવી રહી છે. બીજી બાજુ ક્રૂડ ઑઈલના ભાવમાં પણ નરમાશ જોવા મળી રહી છે, જે મહામહત્ત્વના મેક્રો ઇકોનોમિક સંકેતોને ધ્યાનમાં લેતાં રોકાણકારોને રાહત આપે છે.
આ બધાં સંકેતોના આધારે બજાર મજબૂત હોવાની સંભાવના છે, પરંતુ લેવલ આધારિત વ્યૂહરચનાથી ટ્રેડ કરવું વધુ સારી રીત રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel