શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં બનેલી એક ભયાનક બસ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. ગુરુવારે મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી અનુસાર, દક્ષિણ શ્રીલંકાના તાંગાલ્લે શહેરમાંથી એક ખાનગી બસ પ્રવાસીઓ સાથે શૈક્ષણિક પ્રવાસે નીકળી હતી. મુસાફરોમાં મોટા ભાગના તાંગાલ્લે અર્બન કાઉન્સિલ (નગર પરિષદ)ના કર્મચારીઓ હતાં, જે એક શૈક્ષણિક અને મનોરંજક યાત્રા માટે નીકળ્યા હતા. પરંતુ સફર દરમિયાન બસ એક વળાંકવાળા માર્ગ પર અકસ્માતનો ભોગ બની ગઈ.
Tragedy 😢
3 persons reported dead & 12 others injured among those in the bus that toppled down a precipice near the 24th km post on the Ella-Wellawaya main road.
The injured admitted to the Badulla Teaching Hospital.
Personnel from the police, Special Task Force, army and air… pic.twitter.com/9ijck8Dgmb
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) September 4, 2025
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, એલ્લા કસ્બા નજીક પહોંચેલી બસ રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ સામેથી આવી રહેલી એક જીપ સાથે અથડાઈ ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઈવર બસ પરનો કાબુ ગુમાવી બેઠો અને બસ રસ્તાની રેલિંગ તોડીને સીધી જ લગભગ 1000 ફૂટ ઊંડા ખીણમાં ખાબકી ગઈ. દુર્ઘટના પછીનો દૃશ્ય અત્યંત હ્રદયવિદારક હતો. અંધકાર અને વરસાદ હોવા છતાં તરત જ સ્થાનિક રહેવાસીઓ, પોલીસ, સેનાના જવાનો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની ટીમોએ મળીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. સમગ્ર રાત દરમિયાન બચાવકાર્ય ચાલ્યું, જેમાં ઘાયલોને બહાર કાઢીને નજીકની બડુલ્લા ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હોસ્પિટલ સૂત્રો અનુસાર, અનેક ઘાયલોની સ્થિતિ અત્યંત ગંભીર છે અને મૃતકોની સંખ્યા વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મૃતકોમાં 9 મહિલાઓનો સમાવેશ થતો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ મહિલાઓ સહિતના મોટાભાગના પ્રવાસીઓ તાંગાલ્લે અર્બન કાઉન્સિલના કર્મચારીઓ હોવાનું મનાય છે, જેમણે એક શૈક્ષણિક પ્રવાસ માટે આ યાત્રામાં ભાગ લીધો હતો. સ્થાનિક પ્રશાસને તરત જ મૃતકોના પરિવારજનોને જાણ કરી છે અને રાજ્ય સ્તરે દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
200 Sri Lanka Army personnel, including specialized commandos, joined with local residents to carry out an overnight rescue after the Ella bus tragedy pic.twitter.com/Sx81O5rHW0
— NewsWire 🇱🇰 (@NewsWireLK) September 5, 2025
શ્રીલંકન પોલીસ અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ વળાંક પર થયેલી બસ અને જીપની ટક્કર હતી, જોકે ડ્રાઈવરની બેદરકારી અને માર્ગની પરિસ્થિતિને લઈને પણ તપાસ ચાલી રહી છે. દુર્ઘટનાની ગંભીરતા જોતા સરકારે ખાસ તપાસ ટીમ નિમવાની જાહેરાત કરી છે. આ ઘટનાએ સ્થાનિક સમાજને હચમચાવી દીધો છે અને દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર આપવાની તેમજ ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી છે.
આ દુર્ઘટના ફરી એકવાર શ્રીલંકાના ડુંગરાળા અને વળાંકવાળા માર્ગોની જોખમી પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોરે છે, જ્યાં આવી ઘટનાઓ વારંવાર બને છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવા માર્ગો પર મુસાફરી કરતી વખતે સાવધાની, અનુભવશીલ ડ્રાઈવરો અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાઓ હોવી અત્યંત જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel