આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં યોજાયેલ સમારોહમાં ઈશ્વરિયાના વતની સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી હેમાબેન દવેએ જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે.
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગર દ્વારા ‘પોષણ ઉત્સવ ૨૦૨૫’ અને ‘માતા યશોદા સન્માન સમારોહ’ યોજાઈ ગયો. જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાંણીના અધ્યક્ષસ્થાને આ સમારોહમાં ઈશ્વરિયાના વતની અને સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી મુખ્ય સેવિકા (સણોસરા) રહેલ હેમાબેન દવે (મહેતા)એ વર્ષ ૨૦૨૨/૨૩ સંદર્ભે જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ ઘણીવાર ફરજપરનાં તાલુકાના અધિકારી તરીકે પણ જવાબદારી નિભાવતાં હતાં.
આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ આ સમારોહમાં કચેરીનાં ફરજ પરનાં અધિકારી રમેશભાઈ જાખણિયાનાં સંકલન સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી, મહિલા બાળવિકાસ સમિતિનાં અધ્યક્ષ બચુબેન ગોહિલ અને અધિકારીઓ અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ વાસંતીબેન સોલંકીને (કાર્યકર ટાણા) તથા અસ્મિતાબેન મકવાણા (તેડાગર ટાણા) સન્માનિત થયેલ છે, જ્યારે સિહોર તાલુકા કક્ષાએ રચનાબેન વાઘેલા (કાર્યકર આંબલા) તથા અરુણાબેન મુંજપરા (તેડાગર આંબલા) સન્માનિત થયેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel