સણોસરામાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન આગામી ગુરુવારે મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ છે.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી વિશ્વવિદ્યાલય ( લોકભારતી યુનિવર્સિટી ફોર રુરલ ઈનોવેશન ) સણોસરામાં દીક્ષાંત સમારોહનું આયોજન થયેલ છે. ગાંધી જયંતી ગુરુવાર તા.૨ સવારે મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયેલ છે.
સમારોહની વિગતો મુજબ પ્રાર્થના, કુલાધિપતિ દ્વારા શુભારંભ ઘોષણા, કુલપતિ દ્વારા આવકાર, પદવી અને પારિતોષિક વિતરણ, કર્મશીલ અને પદ્મશ્રી પ્રકાશ આમ્ટેજી દ્વારા દીક્ષાંત ઉદ્બોધન, મોરારિબાપુ દ્વારા આશીર્વચન અને કુલાધિપતિ દ્વારા ઋણ સ્વીકાર અને રાષ્ટ્રગાન થશે. સંસ્થા સંચાલક મંડળ અને કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે આયોજનમાં રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel