નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે તાજેતરમાં આદિવાસી યુવાન દીપક રાઠોડ (હળપતિ)ની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. દીપકના મૃત્યુ પૂર્વે સામે આવેલા વિડિયોમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ગૌહત્યા કરવા માટે તેમણે ઇનકાર કર્યો હોવાથી ગામના જ કેટલાક મુસ્લિમ શખ્સોએ તેમને માર માર્યો હતો, જેના કારણે તેમનું મોત થયું. આ ઘટનાએ માનવતા, કાયદો-વ્યવસ્થા અને સામાજિક સંવેદનશીલતાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. દીપક તેમના પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા અને તેમના અવસાન બાદ પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારના ભાજપના સાંસદ ધવલ પટેલ પરિવારની સહાય માટે આગળ આવ્યા છે.
સાંસદ ધવલ પટેલે દીપકના પરિવારને આખા વર્ષ માટે અનાજ-કરિયાણું, કપડાં-ધાબળા તેમજ બાળકોના અભ્યાસ માટે પુસ્તકો સહિત જીવનજરૂરી સામગ્રી પૂરી પાડી છે, જેથી પરિવારને દૈનિક જરૂરિયાતો માટે કોઈ તકલીફ ન પડે. પરિવારના મોભી ગુમાવ્યા બાદ ઘર ચલાવવું મુશ્કેલ ન બને તે માટે આ સહાય આપવામાં આવી છે. નોંધનીય છે કે હત્યાની ઘટના બાદ સાંસદ ધવલ પટેલ જાતે ડાભેલ ગામે પહોંચ્યા હતા અને પરિવારને ન્યાય અપાવવાની સાથે તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી. તેમના વચન અનુસાર હવે આખા વર્ષનું રાશન અને જરૂરી સામગ્રી પરિવાર સુધી પહોંચાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાપછી ગૌરક્ષકો તેમજ સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક લોકો પરિવારની મદદ માટે આગળ આવ્યા હતા. સાંસદ ધવલ પટેલ દીપકની અંતિમ વિધિમાં પણ હાજર રહ્યા હતા અને મૃતદેહને કાંધ આપીને પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી. હવે આર્થિક અને જીવનજરૂરી સહાય પૂરી પાડી તેમણે પરિવાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ ચાલુ છે અને પરિવારને ન્યાય મળે તે માટે કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel