વલસાડ શહેરના કૈલાશ રોડ પર બનતા નવા બ્રિજના નિર્માણ દરમિયાન શુક્રવારે સવારે ગંભીર દુર્ઘટના સર્જાતા હલચલ મચી ગઈ. બ્રિજ બનાવવા માટે બે પિલર વચ્ચે ઊભું કરાયેલું સ્કેફોલ્ડિંગનું માળખું અચાનક તૂટી પડ્યું, જેના કારણે અંદાજે પાંચ જેટલા શ્રમિકો કાટમાળ હેઠળ દટાઈ ગયા. ઘટના સામે આવતા જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી, અને ઝડપભેર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા તેમજ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સદભાગ્યે, ઝડપી કાર્યવાહીથી મોટા જાનહાનિના જોખમને ટાળવામાં આવ્યું.
#WATCH | Valsad, Gujarat: An under-construction bridge over the Auranga River collapses, injuring 4 workers.
SDM Valsad, Vimal Patel says, "… During the construction of a bridge over the Auranga River, a girder was damaged, causing a collapse. There were 105 workers present at… pic.twitter.com/4ZV1hkqcP5
— ANI (@ANI) December 12, 2025
આ બ્રિજનું નિર્માણ હજી ચાલુ જ હતું, પરંતુ કામગીરી પૂર્ણ થવા પહેલાં જ આ પ્રકારની દુર્ઘટના સર્જાતા નિર્માણની ગુણવત્તા, સલામતીના ધોરણો અને દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે તટસ્થ તપાસની માંગ ઉઠી રહી છે, જેથી નિર્માણ દરમિયાન કોઈ બેદરકારી અથવા નિયમોમાં કચાશ રહી હોય તો જવાબદાર વ્યક્તિઓ અથવા એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ઔરંગા નદી પરનો હાલનો પુલ જૂનો અને જર્જરિત બની ગયો હતો, તેમજ ચોમાસા દરમિયાન વધતા પાણીના વેહણે ત્યાં વારંવાર મુશ્કેલી સર્જાતી હતી. લોકોને થતી આ અસુવિધા દૂર કરવા રાજ્ય સરકારે નજીકમાં નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપી હતી અને તેનું કોન્ટ્રાક્ટ રોયલ ઇન્ફ્રા નામની કંપનીને સોંપ્યું હતું. પરંતુ આ દુર્ઘટનાથી એવું સ્પષ્ટ થાય છે કે નિર્માણ કાર્યમાં પૂરતી તકેદારી લેવામાં આવી નથી અને કામદારોની સુરક્ષા તથા નિર્માણની ટેક્નિકલ ગુણવત્તા અંગે બેદરકારી થઈ હોવાની શક્યતા નકારવી મુશ્કેલ છે. આ ઘટનાએ ન માત્ર કંપનીની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે, પરંતુ સરકારી દેખરેખની પ્રણાલી અને કોન્ટ્રાક્ટર મૂલ્યાંકન જેવી પ્રક્રિયાઓ પર પણ નવી ચર્ચા ઊભી કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel