નડિયાદ ખાતે કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સન્માન સમારોહ યોજાયો, જેમાં ગુજરાત પ્રદેશના નવનિયુકત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણને સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મહિડા ભાજપ પ્રમુખ નયનાબેન, જિલ્લાના પ્રભારી કુશળસિંહ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત તમામ ધારાસભ્યો, અમુલ ડેરી ના ચેરમેન શાભેસિંહ વાઇસ ચેરમેન વિજયભાઈ કેડીસીસીના ચેરમેન તેજસભાઈ, ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ સાંસદ ડોક્ટર કે ડી જેસવાણી સહિત ખેડા જિલ્લા ભાજપ સંગઠનના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણનું તમામ અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું, જગદીશભાઈ વિશ્વકર્માના પગલે ચાલી તમામ અગ્રણીઓએ બંને મહામંત્રીઓને પુસ્તકોની ભેટ અર્પણ કરી હતી.
ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી અજયભાઈ જણાવ્યું હતું કે જ્ઞાતિ બેલેન્સ કરીને આવનારી 2027 ની ચૂંટણીમાં બધા જ પડકારોને પાર કરીને આપણે જીતવાનું છે.
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અજય ભાઈ ની વાત કરીએ તો મ્યુન્સિપાલટી માં કાઉન્સિલર તરીકે પાર્ટીના બેનર નીચે લડવાની શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીના પહેલા કાઉન્સિલર બન્યા હતા અને ત્યાંથી તેમની શરૂઆત થઈ અને વારાફરતી સંગઠનના જે હોદ્દાઓ છે તેમાં યુવા મોરચા થી માડી ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે અને આજે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે કાર્યરત થયા છે. તેઓની જે કામગીરી છે તે સંગઠનમાં ખૂબ વિશેષ કામગીરી રહી તેમના થતી ઘણા બધા સારા પરિણામ આપણે જિલ્લાની અંદર મળ્યા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel