આ આયોજન અંતર્ગત નડિયાદની ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સમગ્ર ટીમ દ્વારા અથાગ પ્રયત્નથી લગભગ 3000થી વધુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા. નડીઆદ અને ખેડા જિલ્લામાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રમુખ શિશપાલજીનું માર્ગદર્શન પ્રાપ્ત થયુ ,જેમાં સૂર્યનમસ્કાર સાથે આસનો પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવવામાં આવ્યા.
આ કાર્યક્રમ નિમિત્તે નડિયાદમાં ખેડા જિલ્લા જેલમાં કાર્યક્રમ કરવામાં આવ્યો , જેમા 120 ભાઈઓ અને 20 બહેનોએ ભાગ લીધો.
કાર્યક્રમનું સંચાલન યોગ ટ્રેનર જયનાદ ભટ્ટે કયું હતું. કાર્યક્રમના સમાપનમાં જિલ્લા જેલ અધિક્ષક પ્રશાંતભાઈ ગોહિલ તેમજ યોગ બોર્ડના જિલ્લા કોર્ડીનેટર રાનીબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (નડિયાદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom