click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કારીગર તાલીમ યોજના હેઠળ ગુજરાતમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને મળ્યો વેગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > કારીગર તાલીમ યોજના હેઠળ ગુજરાતમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને મળ્યો વેગ
AhmedabadBharuchGandhinagarGujaratNavsariSuratValsad

કારીગર તાલીમ યોજના હેઠળ ગુજરાતમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને મળ્યો વેગ

અંદાજે ૧ લાખ કરતાં વધુ યુવાઓએ મેળવી રોજગારી, જેમાં૧૫ હજાર કરતાં વધુ યુવતીઓનો સમાવેશ

Last updated: 2026/01/29 at 12:50 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

સરકારી ITI માં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ

ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને અદ્યતન તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં કાર્યરત ૨૮૮ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITIમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૦૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને વિવિધ ટ્રેડમાં તાલીમ આપવામાં આવી છે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ તાલીમાર્થીઓ પૈકી અંદાજે ૧૫ હજાર કરતાં વધુ યુવતીઓ સહિત ૧ લાખ કરતાં વધુ યુવાઓ નોકરી-રોજગારી તેમજ વિવિધ સ્વરૂપે સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે.

Contents
સરકારી ITI માં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમજીગર બારોટ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી  કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યની તમામ સરકારી ITIમાં નેશનલ કાઉન્સીલ ફોર વોકેશનલ ટ્રેનીંગ-NCVT પેટર્નના ૭૫ રાષ્ટ્રીય કક્ષાના તેમજ ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશનલ ટ્રેનીંગ-GCVT/SCVT પેટર્ન હેઠળના ૨૯ રાજ્યકક્ષાના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમોમાં ૧.૨ લાખ કરતાં વધુ બેઠકો પર યુવાઓ તાલીમ લઈ રહ્યા છે.

આજના યુગમાં યુવાઓને વિકસતી ટેક્નોલોજીને અનુરૂપ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં ઓટોમોબાઈલ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ-IOT, રિન્યુએબલ એનર્જી, સોલાર, મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ, આઈ.ટી. જેવા વિવિધ ટ્રેડની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ITIના વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના ૨૯૫ જેટલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને L & T, CRISP Bhopal, International Automobile Center of Excellence- iACE, Gandhinagar, Indo German Tool Room, Ahmedabad, Tata Indian Institute of Skills (Tata IIS) જેવી નામાંકિત ઇન્ડસ્ટ્રીઝમાં Training of Trainers (ToT) ની તાલીમ આપવામાં આવી છે.

નવીનતમ ઉદ્યોગો માટે સ્કિલ્ડ મેનપાવર સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તેમજ ગુણવત્તાયુક્ત તાલીમાર્થીઓને તાલીમ પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઉદ્યોગો સાથે ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટેજીક MoU કરવામાં આવે છે. જે અંતર્ગત અંદાજીત રૂ. ૧૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથેના આ MoU અંતર્ગત વિવિધ ઉદ્યોગો દ્વારા ITI ખાતે અદ્યતન ટેકનોલોજીયુક્ત મશીનરી સાથેની લેબ વિકસિત કરવામાં આવી છે. જ્યાં તાલીમાર્થીઓને અદ્યતન ટેકનોલોજી સાથે પ્રેક્ટિકલ અને થીયરીની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત તાલીમાર્થીઓને પ્લેસમેન્ટની તથા ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ તેમજ આચાર્યને પણ તાલીમ આપવામાં આવે છે.

વધુમાં રાજ્યની રોજગાર અને તાલીમ કચેરી દ્વારા The United Nations Entity for Gender Equality and the empowerment of women સાથે Up skill young women to access decent employment, apprenticeships or higher education opportunities in STEM fields objective અન્વયે MoU કરવામાં આવ્યા છે. આ ઉપરાંત The United Nations Entity for Gender Equality and the empowerment of women દ્વારા STEM (Science, Technology, Engineering and Mathematics) મોડ્યુલ અંતર્ગત ૭૭ કલાકનો અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે. જે અભ્યાસક્રમ મુજબ અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જીલ્લાની તમામ ITIની મહિલા તાલીમાર્થીનીઓને તાલીમ આપવામાં આવશે.

ગુજરાતની અગ્રણી અને સૌથી મોટી ITI બીલીમોરાને ભારત સરકાર દ્વારા વેસ્ટર્ન ઝોનની Top Performing ITI તરીકે પુરસ્કૃત કરવામાં આવી છે. કૌશલ્ય આધારિત તાલીમ, રોજગારલક્ષી અભ્યાસક્રમો, એપ્રેન્ટિસશીપ અને ઉદ્યોગો સાથેના મજબૂત જોડાણના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઔદ્યોગિકરણનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા દેશમાં નવા ઉદ્યોગો સ્થાપવામાં આવી રહ્યા છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ માનવબળ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ અંગે ધ્યાન કેન્દ્રિત કરીને અનેકવિધ નવી યોજનાઓ શરૂ કરી છે, જેના પરિણામે વ્યવસાયલક્ષી શિક્ષણ અને કૌશલ્ય પ્રાપ્ત કરનાર યુવાનો માટે રોજગારીની તકો વધુ ઉજળી બની રહી છે. જેથી વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ પૂરું પાડી અને વિકસતી ટેકનોલોજી અનુરૂપ તાલીમ આપી યુવાનોને રોજગારી મેળવવામાં સહાય કરવાના ઉદ્દેશ સાથે કારીગર તાલીમ યોજના (CTS) અમલીકૃત કરવામાં આવી છે.

જીગર બારોટ

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, Breaking news, CRISP Bhopal, currentaffairs, currentnews, empowerment of women, Engineering, gandhinagar, Gender Equality, gujarat, gujarati news, Indo German Tool Room, International Automobile Center of Excellence- iACE, latest news, mathematics, Narendra Modi, oneindianews, Science, Tata Indian Institute of Skills, Technology, The United Nations Entity, Top Performing ITI, એપ્રેન્ટિસશીપ, કારીગર તાલીમ યોજના, કૌશલ્ય આધારિત તાલીમ, ભારત સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રોજગારલક્ષી અભ્યાસક્રમો, વેસ્ટર્ન ઝોન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 29, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
Next Article સુદર્શન ન્યૂઝના મુખ્ય સંપાદક ડૉ. સુરેશ ચૌહાણકેને જાનથી મારી નાખવાની ધમકી, નોઈડા પોલીસે કેસ નોંધ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?