click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન
GujaratKheda

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન

કપડવંજમાં આધુનિક અને આયુર્વેદિક સારવારનો સંગમ

Last updated: 2026/02/06 at 2:38 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

કપડવંજ સહિત આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુંગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ લોકોને મળશે ઝડપી અને અસરકારક આરોગ્ય સેવાઓ.

રાજ્યના નાગરિકોને ઉચ્ચ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કપડવંજ શહેરને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નવા આયુર્વેદિક દવાખાનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનાથી કપડવંજ તથા આસપાસના નાગરિકોની આરોગ્ય સેવાઓમાં ઉમેરો થયો છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુદ્રઢ દ્રષ્ટિ માટે બાળકોને ચશ્મા આપ્યા હતા. મુખ્યમંત્રીએ જાતે બાળકોને ચશ્મા પહેરાવી તેમના સ્વાસ્થ્ય બાબતે બાળકો સાથે વાતચીત કરી હતી.

રૂ. ૬.૫ કરોડ જેટલી રકમના ખર્ચે તૈયાર થયેલ આ કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી અનેકવિધ રોગોની સારવાર નિશુલ્ક અને નજીકના સ્થળે જ ઉપલબ્દ્ધ થશે. જેમ કે, ઈનડોર મેડિકલ ઓપીડી, ગાયનેક ઓપીડી, ડીલીવરી, ફીઝીયોથેરાપી, ડાયાલિસીસ, લેબોરેટરી, એક્ષ રે, એચ.આઈ.વી સહિત જાતિયના રોગની તપાસ અને ૨૪*૭ કલાક ઈમરજન્સી સારવાર નાગરિકોને આપવામાં આવશે. કપડવંજ નગરપાલિકા સહિત આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુંગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ લોકોને આ નવીન સામૂહિક કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલની સેવાઓનો સીધો લાભ મળશે. આ તમામ વ્યવસ્થાઓનું ખૂબ જ બારીકાઈથી મુખ્યમંત્રી દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન કર્યું હતું. જેમાં ખાસ કરીને દાઉદી વ્હોરા સમાજ દ્વારા મુખ્યમંત્રીને વિશેષ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નોંધનીય છે કે નવુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અનેક માળખાકીય સુવિધાઓથી સજ્જ છે. જેમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર કેસ બારી, રજીસ્ટ્રેશન, ઓ.પી.ડી રૂમ, મેડીકલ સ્ટોરેજ રૂમ, સોનોગ્રાફી, લેબોરેટરી, ગાયનેક વિભાગ, ઓપરેશન થીએટર, લેબર રૂમ, એક્સ રે વિભાગ, એડમિન ઓફીસ, ટેકનીશીયન રૂમ, વિશાળ પેસેજ, વેઈટીંગ એરીયા, ઓટો ક્લેવ, સ્ટેરીલાઈઝેશન, ફાર્મસી રૂમ તથા સુપ્રિટેન્ડન્ટ રૂમ આવેલા છે.

આ સીએચસી આઇસોલેશન વોર્ડ-૧ અને ૨, બ્લડ સ્ટોરેજ, આયુર્વેદિક ડોક્ટર રૂમ, સ્પેશિયલ તથા સેમી સ્પેશિયલ વોર્ડ, મેલ – ફીમેલ વોર્ડ, ડાયાલીસીસ વોર્ડ, ફીઝીયોથેરાપી, નર્સિંગ તથા દરેક માળ પર રેમ્પ, વિશાળ પેસેજ, તથા વેઇટિંગ એરિયા, સ્ત્રી- પુરુષ માટે અલગ ટોઇલેટ બ્લોક જેવી સુવિધાઓ ઘરાવે છે. જેના થકી દર્દીઓને મેડીકલ ઓફીસરના સ્ટાફ નર્સ સહિત ૨૪ કલાકની સુવિધાયુક્ત સેવાઓ મળશે.

વધુમાં અહીં સુવાવડ માટે લેબર રૂમ, નવજાત શિશુ સંભાળ વિભાગ, ઈમરજન્સી વોર્ડ, એક્સે રૂમ વિથ ડાર્ક રૂમ, આઈસોલેશન વોર્ડ, આંખ વિભાગ, ડેન્ટલ વિભાગ, રાષ્ટ્રીય કુંટુંબ કલ્યાણ ઓપરેશન થીયેટર, રસીકરણ રૂમ, મેલવોર્ડ/ફીમેલવોર્ડ, પીએમજેવાયની સુવિધા, પ્રીઓપરેટીવ રૂમ, પોસ્ટ ઓપરેટીવ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ તથા આરોગ્યની તમામ સેવાઓ પ્રજાને મળશે.

વિભિન્ન માળખાકીય સુવિધાઓ સાથે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કર્મીઓથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમા, સ્ત્રી રોગ નિષ્ણાંત, મેડીકલ ઓફીસર્સ, દંત સર્જન, ફીઝીયોથેરાપીસ્ટ, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સો, આઈટીસીટી કાઉન્સેલર, લેબ ટેકનિશીયન સહિતનો મેડીકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફ પણ નિયુક્ત કરવામાં આવેલો છે. સાથે જ સુરક્ષા, સફાઈ, પરિવહન સહિતની પાયાની સેવાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

આ સિવાય મુખ્યમંત્રીએ રૂ. ૦૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ શ્રી હરિલાલ માણેકલાલ દેસાઈ સેવાસંઘ, સરકારી આયુર્વેદ હોસ્પિટલના નવીન મકાનનું તક્તી અનાવરણ કર્યું હતું. જેમાં પંચકર્મ રૂમ, પંચકર્મ કિચન, ડાયટ રૂમ અને જનરલ ઔષધ ભંડારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પુરુષ અને મહિલા દર્દીઓ માટે અલગ-અલગ વોર્ડની પણ સુવિધા, ફિઝિયોથેરાપી સેન્ટર, શિરોધારા માટેનો ખાસ રૂમ અને મેલ રૂમ જેવી વિશિષ્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ નવું ભવન કપડવંજ વિસ્તારના નાગરિકોને આયુર્વેદિક પદ્ધતિથી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપશે.

નવીન સી.એચ.સી લોકાર્પણ પ્રસંગે ખેડા જિલ્લા પ્રભારી મંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠો, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, મહેસુલ પંચાયત રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, કલેકટર અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષક વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, કપડવંજ નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, ઉપપ્રમુખ નિરવ પટેલ, કારોબારી ચેરમેન અલ્પેશ પંડયા, એપીએમસી ચેરમેન ઘવલ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ધ્રુવે, નડિયાદ સિવિલ આરએમઓ, આર.સી.એચ.ઓ, મુખ્ય જિલ્લા ટીબી અધિકારી, તમામ તાલુકા હેલ્થ સટાફ સહિત કપડવંજ શહેરના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

 

રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

TAGGED: @india, APMC Chairman Ghawal Patel, Ayurvedic Hospital, Bhupendrabhai Patel, Breaking news, Cabinet Minister Ramanbhai Solanki, Chief District Health Officer V.S. Dhruv, Chief District TB Officer, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, Collector Amit Prakash Yadav, Delivery, dialysis, District BJP President Naynaben Patel, District Development Officer Jayant Kishore, Executive Chairman Alpesh Pandya, gujarat, gujarat cm, Gujarat news, Gynecological OPD, health center, HIV, Indoor Medical OPD, Kapadvanj, Kapadvanj MLA Rajesh Jhala, Kapadvanj Municipality President Varsha Panchal, Kheda, kheda collector, kheda news, Laboratory, latest news, Minister of State for Revenue Panchayat Sanjaysinh Mahida, Nadiad Civil RMO, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Physiotherapy, pm modi, RCHO, State BJP General Secretary Ajay Brahmabhatt, Superintendent of Police Vijay Patel, top news channel, topnews, topnewschannelinindia, Vice President Nirav Patel, X-Ray, આયુર્વેદિક હોસ્પિટલ, આર.સી.એચ.ઓ, આરોગ્ય કેન્દ્ર, ઈનડોર મેડિકલ ઓપીડી, ઉપપ્રમુખ નિરવ પટેલ, એક્ષ રે, એચ.આઈ.વી, એપીએમસી ચેરમેન ઘવલ પટેલ, કપડવંજ, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, કપડવંજ નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલ, કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કલેકટર અમિત પ્રકાશ યાદવ, કારોબારી ચેરમેન અલ્પેશ પંડયા, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ખેડા જિલ્લા ભાજપ, ગાયનેક ઓપીડી, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, ડાયાલિસીસ, ડીલીવરી, નડિયાદ સિવિલ આરએમઓ, પોલીસ અધિક્ષક વિજય પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, ફીઝીયોથેરાપી, મહેસુલ પંચાયત રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા, માનવસેવા દવાખાના, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ધ્રુવે, મુખ્ય જિલ્લા ટીબી અધિકારી, લેબોરેટરી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકામાં ટેકસી ચલાવવા મજબૂર બન્યા પાક.ના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂની
Next Article કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
Gujarat જૂન 13, 2026
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?