રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે.
જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ ગોલ્ડ મેડલ અને નિતેશ માવી એ સિલ્વર મેડલ મેળવ્યો. બંને ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા ગોલ્ડ મેડલ મેળવવા બદલ ₹ 10000 અને સિલ્વર મેડલ મેળવવા બદલ ₹ 7000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. શ્રી સંતરામ વિદ્યાલયના કરાટે કોચ ધ્રુવીક નસીતના માર્ગદર્શન હેઠળ બંને ખેલાડીઓએ રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરીને નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ કરાટે સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા થવા બદલ સંસ્થાના પ્રમુખ પ. પૂ. મહંત રામદાસજી મહારાજ તથા મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ સહ અભિનંદન પાઠવેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel