બિહારની રાજનીતિમાં મોટી હલચલ સર્જાઈ છે. બિહારના મુખ્યમંત્રી અને JDUના સર્વોચ્ચ નેતા Nitish Kumar એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓ હવે રાજ્યસભાના સભ્ય બનવા ઈચ્છે છે અને નવી સરકારને પોતાનું સમર્થન તથા માર્ગદર્શન આપતા રહેશે.
સોશિયલ મીડિયા પર કરી સત્તાવાર જાહેરાત
નીતિશ કુમારે પોસ્ટમાં લખ્યું કે, “છેલ્લા બે દાયકાથી બિહારના લોકોએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મેં પૂર્ણ નિષ્ઠાથી સેવા આપી છે. મારી ઈચ્છા રહી છે કે હું સંસદીય જીવનમાં બંને ગૃહનો સભ્ય બનું. હવે રાજ્યસભામાં જઈને સેવા આપવા માંગુ છું.”
સવારથી જ તેમના નિવાસસ્થાને JDU કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી રાજીનામાને લઈને અટકળો ચાલી રહી હતી, જે આજે સત્તાવાર રીતે સાચી ઠરી.

તાજેતરની ચૂંટણી અને રાજકીય પરિસ્થિતિ
થોડા મહિના અગાઉ જ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ અને JDUના NDA ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી હતી. ત્યારબાદ નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બન્યા હતા. હવે તેમના રાજ્યસભા જવાના નિર્ણયથી રાજ્યની રાજનીતિમાં નવી સમીકરણો સર્જાવાની શક્યતા છે.
નીતિશ કુમારની રાજકીય સફર: સંઘર્ષથી દાયકાઓનું નેતૃત્વ
-
1974 – જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ
-
1985 – પહેલીવાર બિહાર વિધાનસભામાં ચૂંટાયા
-
1989 – પહેલીવાર લોકસભામાં ચૂંટાયા
-
1994 – લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ બાદ સમતા પાર્ટીની સ્થાપના
-
1998–2004 – Atal Bihari Vajpayee સરકારમાં રેલવે અને કૃષિ મંત્રી
-
2000 – પહેલીવાર બિહારના મુખ્યમંત્રી (7 દિવસ)
-
2005 – BJP સાથે ગઠબંધન કરી પૂર્ણ બહુમતી સાથે CM
-
2010 – સતત ત્રીજીવાર CM
-
2013 – Narendra Modi ને PM ઉમેદવાર જાહેર કરાતા BJP સાથે ગઠબંધન તોડ્યું
-
2015 – RJD અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન બનાવી CM
-
2017 – ફરી BJP સાથે સરકાર
-
2020 – NDA સાથે સાતમીવાર CM
-
2022 – BJP છોડીને RJD સાથે સરકાર
-
2024 – ફરી NDAમાં વાપસી, નવમીવાર CM
-
2025 – દસમીવાર બિહારના મુખ્યમંત્રી બની ઇતિહાસ રચ્યો
નવી સરકારને માર્ગદર્શન આપશે
તેમણે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની નવી સરકારને તેમનું સમર્થન અને માર્ગદર્શન યથાવત રહેશે. હવે સૌની નજર આગામી મુખ્યમંત્રી કોણ બનશે અને બિહારની રાજનીતિ કઈ દિશામાં આગળ વધશે તેના પર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel