આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બગસરામાં મોરારિબાપુના હસ્તે પ્રતિભા સંપન્ન નારીરત્ન સન્માન થયાં. આ વેળાએ મોરારિબાપુએ ભગવત ગીતાના ઉલ્લેખ સાથે કહ્યું કે, માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ રહેલો છે.
બાળ કેળવણી મંદિર બગસરા અને જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા પાંચ પ્રતિભા સંપન્ન મહિલાઓનું સન્માન મોરારિબાપુ હસ્તે કરવામાં આવ્યું. અહીંયા લીલાબેન શાહ શ્રેષ્ઠ મહિલા કાર્યકર સન્માન (૧) ભારતીબેન શાંતિલાલભાઈ ધાંધિયા (૨) ભાવિકાબેન દર્શનભાઈ હિરપરા અને જ્યોતિ નારી રત્ન સન્માન (૧) ભાવનાબેન વજુભાાઈ સતાસીયા – બગસરા (૨) વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણી – નવી હળીયાદ (૩) જીજ્ઞાબેન દિપકભાઈ ભટ્ટી – બગસરા, એમ પાંચ સન્માન થયાં.
મોરારિબાપુએ આપેલા ભાવ સંદેશમાં માતૃવંદના કરતાં માતૃશક્તિમાં શક્તિ, શાંતિ, ક્ષમા વગેરે ઉલ્લેખ કર્યો. આ વેળાએ મોરારિબાપુએ ભગવત ગીતાના ઉલ્લેખ સાથે કહ્યું કે, માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ રહેલો છે, જે કૃષ્ણ ભગવાને કહેલું છે.

મોરારિબાપુએ લાલચંદબાપા તથા શ્યામજી બાપાના સ્મરણ સાથે આ સંસ્થામાં વિશ્રામદાયી વિકાસ થયાનો રાજીપો જણાવ્યો.
આ કાર્યક્રમમાં લોકભારતી સણોસરાના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ વૈશ્વિક શાંતિ માટે માતા અને બાળ કેળવણી અને સંસ્કાર મહત્વના ગણાવી સંવેદનાની અનિવાર્યતા જણાવી.
આ સંસ્થાનાં દેવચંદભાઈ સાવલિયાએ મહિલા અને પરિવાર સંદર્ભે પ્રારંભિક વાત કરતાં પારિવારિક ભાવ તૂટતાં વધેલાં સામાજિક દૂષણોનો ઉલ્લેખ કર્યો અને માતૃશક્તિ સન્માન અંગે પ્રસન્નતા વ્યક્ત કરી.
આ પ્રસંગે ચેતનભાઈ શાહે સ્વાગત ઉદ્બોધન સાથે સંસ્થાની વિગતો પણ જણાવી.
આ સન્માન કાર્યક્રમમાં અગ્રણીઓ હિંમતભાઈ ગોડા, જ્યોત્સનાબેન રીબડિયા, બ્રહ્માકુમારી રસિલાબેનજી, અર્ચનાબેન દવે, નિરૂપમાબેન વૈષ્ણવ, કાંતિભાઈ પરસાણા, પ્રવિણભાઈ ઠક્કર, પ્રફુલ્લભાઈ સેંજલિયા, મીનાબેન શાહ, અશ્વિનભાઈ દોશી, પિયુષભાઈ શાહ ઉપરાંત સામાજિક આંગણીઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
પ્રારંભે શિશુકુંજ બાળાઓએ સ્વાગત અભિનય પ્રસ્તુત કરેલ. કાર્યક્રમ સંચાલનમાં દયાબેન ગેડિયા રહ્યાં હતાં. જયશ્રીબેન સાવલિયા અને સમગ્ર સંસ્થા પરિવાર દ્વારા સુંદર સંકલન રહ્યું.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel