દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે, જેનો ઉત્સાહ આ કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યો. આ અવસરે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો જોડાયા હતા અને સેવા, સમર્પણ અને સંકલ્પના મંત્ર સાથે દેશના વિકાસ માટે નવી ઉર્જા પ્રાપ્ત કરી હતી.
નમોત્સવ કાર્યક્રમમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન, વિચારો અને રાષ્ટ્રસેવાના સંકલ્પ પર આધારિત લોકપ્રિય કલાકાર સાઈરામ દવે દ્વારા પ્રસ્તુત ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા તથા ડ્રોન શો ‘નમોત્સવ’ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો.
વડાપ્રધાનની જીવન ગાથા અને દેશ સેવા પ્રત્યેનું સમર્પણ ઉપસ્થિત જંગી જનમેદની માટે પ્રેરણા સભર જીવનભરનું સંભારણું બની રહેશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel