સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ધાર્મિક સંસ્થાના વડાઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા.
નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. એક સામાન્ય શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી ગ્રામજનોના પરિવારના સભ્ય બની ગયેલા હિતેશકુમારની વિદાય વેળાએ આખું ગામ ભાવુક બન્યું હતું. વિદાય સમારંભમાં ગ્રામજનોએ ૩૮ ફુટના ફુલોના હારથી શિક્ષકને સન્માનિત કરી ૩૯ વર્ષની નિષ્ઠાવાન સેવાને બિરદાવી હતી. આ ૩૯ વર્ષના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન શાળામાં દાતાઓ થકી ભૌતિક સુવિધાઓનું સર્જન કરનાર હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટે ચાણક્યની ઉક્તિ “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં.” ને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. શાળા અને ગામ માટે તન, મન, ધનથી જોડાઈને અનેક સેવાકિય પ્રવૃત્તિઓને વેગવંતી કરી છે.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ, રાજકારણ અને ધાર્મિક ક્ષેત્રના દિગ્ગજોએ હાજરી આપી હતી. ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ડાયટ કઠલાલના પ્રાચાર્ય કલ્પેશભાઈ પટેલ અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રણજીતસિંહજી ડાભી, સિ.પ્રાધ્યાપક જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના જે.એસ.ગૌસ્વામી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, મહામંત્રી શરણધીરસિહ ચૌહાણ સહિત ગામના સરપંચ અશ્વિનભાઈ વાળંદ, ઉપસરપંચ અશોક પરમાર, દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન વિપુલ પટેલ, સેક્રેટરી ભાવેશ પારેખ, રામજી મંદિર વાલ્લાના મહંત બળદેવદાસ મહારાજ, શાળાના આચાર્ય જયપાલસિંહ ઝાલા, સામાજિક અગ્રણી ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, પત્રકાર અગ્રણી દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા શૈક્ષિક સંઘના અધ્યક્ષ ઈશ્વરભાઈ ગાંગોર, મહામંત્રી જૈમીનભાઇ પટેલ,ઉત્કર્ષ મંડળના મહામંત્રી, સુબોધભાઈ ચાવડા, શિક્ષક સંઘની ત્રણેય પાંખના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સહિત શાળાના શિક્ષક અને પંચાયત સભ્યો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ સમારોહ પહેલા વિદાય લઈ રહેલા ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટનો ડીજેના તાલ અને બગીમાં બેસાડી ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રા કાઢવામાં આવ્યો હતો. જે સમયે સમગ્ર ગ્રામજનોએ શિક્ષકને શુભેચ્છા પાઠવી હતી.
આ શાળામાં હિતેશકુમાર બ્રહ્મભટ્ટ માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા એક ગાંધીવાદી, પર્યાવરણ પ્રેમી અને પશુ-પક્ષી પ્રેમી તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે શાળાના બાળકોને કલા અને બાહ્ય જ્ઞાનનો સચોટ વારસો આપ્યો છે. તેમની સેવાની સુવાસ છેક ગાંધીનગર સુધી પહોંચી છે, જેના ફળસ્વરૂપે તેમને રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી અને મંત્રીઓના હસ્તે અનેકવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. નાનકડા વાલ્લા ગામની ઓળખ સમાન બનેલા આ શિક્ષકે લોકસંપર્ક દ્વારા ગામના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
અતિમહત્વની વાત કરીએ તો, વિદાય લઈ રહેલા શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે શાળા માટે અને શાળાના બાળદેવો માટે નિવૃત્તિ વેળાએ રુપિયા ૧ લાખ ૫૧ હજારનું દાન વસ્તુ રુપે શાળાને અર્પણ કર્યું હતું.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel