શહેરના સૌંદર્યવર્ધન સાથે નાગરિકોની જીવનશૈલીમાં સુધારો લાવતો આ પ્રોજેક્ટ વિકાસ તરફનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે.
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ₹292 લાખના ખર્ચે તલાટી બાગ ખાતે આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારના નાગરિકોને હરિયાળો, સુવિધાસભર અને પરિવાર સાથે સમય વિતાવા યોગ્ય બાગ ઉપલબ્ધ બનશે.
આ વિકાસકાર્ય અંતર્ગત તલાટી બાગ ખાતે પોન્ડ, પ્લાન્ટેશન, વોક-વે, બેસવા માટે ગઝેબો, નાના બાળકો માટે પ્લે એરિયા જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ઉપરાંત મુખ્ય રસ્તા પર ફૂટપાથ સહિત રોડ ડેવલોપમેન્ટનું કામ પણ હાથ ધરવામાં આવશે, જેના કારણે નાગરિકોને વધુ સગવડ મળશે.
આ પ્રોજેક્ટ દ્વારા વિસ્તારને પર્યાવરણમૈત્રી હરિયાળી સાથે આધુનિક જાહેર સુવિધાઓ ઉપલબ્ધ થશે અને નાગરિકો માટે આ બાગ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ભાવેશભાઈ, વિસ્તારના અગ્રણીઓ, કોર્પોરેશનના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel