આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે ₹296 લાખના ખર્ચે 15.50 લાખ લિટર ક્ષમતાની નવનિર્મિત પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ દક્ષા પાર્ક, પીજ રોડ પાસે ₹129 લાખના ખર્ચે નિર્મિત 17.50 લાખ લિટર ક્ષમતાનો અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો પણ લોકાર્પિત કરવામાં આવ્યો.
ઉપરાંત વિસ્તારના પાણી પુરવઠાને વધુ મજબૂત બનાવવા માટે વધારાના કામો પણ પ્રગતિમાં છે. સિવિલ હોસ્પિટલની જૂની ટાંકી પાસે 15 લાખ લિટરની ક્ષમતાનો નવો અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. સાથે ખેતા ટાંકી પાસે 17.50 લાખ લિટર ક્ષમતાનો અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે.
આ વિકાસકાર્યો પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને નિયમિત અને પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ થશે તથા ભવિષ્યની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધા મજબૂત બનશે.
આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ગૌરાંગભાઈ, અગ્રણી ગોપીભાઈ, સુનિલભાઈ, મયુરભાઈ, સંગઠનના પદાધિકારીઓ, વિસ્તારના અગ્રણીઓ, વડીલો તેમજ ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપતા આવા વિકાસકાર્યો વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel